અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે BAPS સંસ્થાનો ‘કાર્યકર સૂવર્ણ મહોત્સવ, કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ- Video

|

Dec 05, 2024 | 3:44 PM

વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાર્યકર સૂર્વણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી દિવસ 7 ડિસેમ્બરના રોજ આ મહોત્વ યોજાશે.

આગામી 7મી ડિસેમ્બરના રોજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાનો કાર્યકર સૂવર્ણ મહોત્સવ યોજાવાનો છે. વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે યોજાશે કાર્યક્રમ

આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 2000થી વધુ સ્વયંસેવકો વિવિધ રજૂઆતો કરશે. 7 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના દિવસે આયોજીત વિશિષ્ઠ સભાને PM મોદી વર્ચ્યુલી સંબોધિત પણ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ અંગે આજે BAPS સંસ્થાએ સત્તાવાર જાહેરાત કરી હતી અને સાડા ત્રણ કલાક ચાલનાર કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપી હતી.

આ કાર્યક્રમ અંગે અમારા સંવાદદાતાએ જ્ઞાન વત્સલ સ્વામી સાથે વાતચીત કરી. જેમા તેમણે જણાવ્યુ કે અમારા કાર્યકરો અથાગ પરિશ્રમ કરે છે. રાત દિવસ જોયા વિના, પોતાના પરિવાર અને કામ ધંધાને પણ સાઈડમાં રાખી સેવા આપી રહ્યા છે. આથી તેમના આભાર સત્કાર માટે આ કાર્યક્રમ આયોજિત કરાયો છે. કાર્યકરોની સેવાને બિરદાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે મહંત સ્વામી મહારાજને આ વિચાર આવ્યો હતો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ કાર્યક્રમની ફળશ્રુતિ શું હશે?

જ્ઞાન વત્સલ સ્વામીએ જણાવ્યુ કે તેનાથી યુવાપેઢીને પ્રેરણા મળશે. આપણે આપણા માટે તો જીવીએ છીએ પરંતુ સમાજના કોઈ સારા હેતુ માટે કંઈક સમય અને રિસોર્સિસ ફાળવવા જોઈએ. આ કાર્યક્રમ હજારો યુવાનો માટે પ્રેરણા બનશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર એવુ બનશે કે અહીં બધા જ જીતે છે અને બધાને પ્રેરણા મળે છે. અનેક લોકોના સદ્દગુણનો ફેલાવો થાય છે અને બધા જ જીતે છે કારણ કે સમાજને એક મોટો સંદેશ મળે છે.આ કાર્યક્રમમાં 2000થી વધુ પરફોર્મર્સ લાઈવ રહેશે. દરેકને એવુ જ લાગશે કે હું પણ આમાનો જ એક ભાગ છુ.

શું રહેશે કાર્યક્રમની રૂપરેખા ?

આ કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો બપોરે એક વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. 3 કલાક સુધી સમગ્ર મહોત્વ ચાલશે. જેમા એક લાખ કાર્યકર્તા ઉપસ્થિત રહેશે. પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ રહેશે. 2000 જેટલા કાર્યકરતાઓ વિશિષ્ટ પ્રસ્તુતિ રજૂ કરશે. આ સમગ્ર સ્ટેડિયમમાં વૈશ્વિક લેવલની લાઈટીંગ વ્સવસ્થા હશે. આખુ સ્ટેડિયમ એક પ્રસ્તુતિ મંચ બનશે. આ કાર્યક્રમની ત્રણ મહિનાથી તૈયારી ચાલી રહી છે. જેમા 33 જેટલા સેવા વિભાગોમાં 10 હજાર સ્વયંસેવકો કાર્યરત છે. મહોત્સવમાં માત્ર રજિસ્ટર્ડ કાર્યકર્તાઓને જ પ્રવેશ મળશે. ભાવિકો live.baps.org પર માણી શકશે.

Input Credit- Jayesh Parkar Ahmedabad

Next Article