અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરદાતાઓ માટે વધુ એક સુવિધા, પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

|

Feb 06, 2023 | 4:26 PM

Ahmedabad News : હવે કોઇપણ નાગરીક ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલો ડાઉનલોડ કરી શકે અને તરત જ પ્રોપર્ટી ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOT શરૂ કરવામાં આવ્યુ છે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરદાતાઓ માટે વધુ એક સુવિધા, પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે
Ahmedabad Municipal Corporation
Image Credit source: File Image

Follow us on

અમદાવાદ શહેરના નાગરિકોની સગવડતા અને સરળતા ખાતર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. આજકાલ મોટા પ્રમાણમાં નાગરીકો તેઓના તમામ PAYMENT મોબાઇલ પર ઓનલાઇન કરતા હોય છે. જેને ધ્યાને લઇને હવે કોઇપણ નાગરીક ઘરે બેઠા પ્રોપર્ટી ટેક્સના બીલો ડાઉનલોડ કરી શકે અને તરત જ પ્રોપર્ટી ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOT શરૂ કરવામાં આવ્યુ છે.

કરદાતાઓને મળી વધુ એક સુવિધા

WHATSAPP CHAT BOT પર કોઇ પણ કરદાતા તેમના પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ મેળવવા કોઇ પણ નાગરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS WHATSAPP NO. 7567855303 ઉપર WHATSAPP CHAT દ્વારા પ્રોપર્ટી ટેક્સના વિકલ્પ ઉપર CLICK કરવાનું રહેશે, તેમજ તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્સ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્સ બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. સદર FACILITY 24×7 ઉપલબ્ધ રહેશે.

કરદાતાઓ બિલ ડાઉનલોડ કરીને પેમેન્ટ કરી શકશે

તમામ કરદાતાઓએ પ્રોપર્ટી ટેક્સના ટેનામેન્ટ નંબરની સાથે તેઓના મોબાઇલ નંબર LINK કરવાના રહેશે. જેથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સેવાઓ તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેળવી શકશે. હાલમાં પ્રોપર્ટી ટેક્સ ખાતાના DIGITAL GOVERNANCE INITIATIVE અંતર્ગત પ્રોપર્ટી ટેક્સની તમામ અરજીઓ ઓનલાઇન મારફતે ઇનવર્ડ થાય છે તેમજ નિકાલ થાય છે. તેમજ અરજી નિકાલ થયા બાદ અરજદારના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર તે અંગે MESSAGE મળે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ પ્રમાણે કરદાતાઓને વધુ એક સગવડ પુરી પાડી તેઓના પ્રોપર્ટી ટેક્સનું પેમેન્ટ ઘરે બેઠા મોબાઇલ મારફતે થાય તેવી સગવડ આપવાથી કરદાતાઓને કોર્પોરેશન ઓફિસ કે સિવિક સેન્ટર આવવાની જરૂરીયાત રહેશે નહિ, તેના કારણે પ્રોપર્ટી ટેક્સ RECOVERY RATIOમાં પણ વધારો થઇ શકશે. આમ પ્રોપર્ટી ટેક્સ ડિપાર્ટમેન્ટ 100% DIGITALIZATION તરફ આગળ વધી છે.

Next Article