ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે કોંગ્રેસને કળ વળી ! વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ આપ્યુ મોટુ નિવેદન

|

Jan 18, 2023 | 8:24 AM

વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતના સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે લડાઇ લડતી રહેશે.

ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે કોંગ્રેસને કળ વળી ! વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ આપ્યુ મોટુ નિવેદન
Opposition Leader Amit Chavda

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે કોંગ્રેસને કળ વળી છે. ગુજરાતમાં મળેલા પરાજય અંગે કોંગ્રેસમાં ચાલી રહેલા મંથન વચ્ચે આખરે કોંગ્રેસે વિપક્ષના નેતા અને ઉપનેતાની પસંદગી કરી છે. કોંગ્રેસે ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પસંદગી કરી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની પસંદગી કરી છે.

વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત થયા બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર તેમનું ઢોલ-નગારા અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યુ. વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતના સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે લડાઇ લડતી રહેશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કોંગ્રેસ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે લડાઇ લડતી રહેશે

કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઇને વિસંગતતાઓ હતી. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો તેમના નેતાને સરકારી બંગલો અને ગાડી નહીં મળે. ત્યારે આ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું કે વિપક્ષના નેતાનું બંધારણીય પદ સરકારી લાભ કે સુવિધા માટે નથી પણ પ્રજાની સેવા માટે છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે અમિત ચાવડા પર પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ વિપક્ષ પદને પણ લાયક નથી.

Published On - 7:58 am, Wed, 18 January 23

Next Article