પાકિસ્તાનમાં કામ કરતી વિદેશી કંપનીને સેટેલાઈટ મેપિંગનું કામ આપવાનો AMC નો પ્લાન! ડેટાની સુરક્ષા પર સવાલ

|

Dec 24, 2021 | 8:38 AM

AMCના ભાજપના શાસકો દ્વારા સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદનું સેટેલાઇટ મેપિંગ કરાવવાનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે. તો વિપક્ષે તેનો વિરોધ કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી વિદેશી કંપનીને સેટેલાઈટ મેપિંગનું કામ આપવાનો AMC નો પ્લાન! ડેટાની સુરક્ષા પર સવાલ
AMC plans to outsource work of satellite mapping of Ahmedabad to Singapore private company

Follow us on

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરનું સેટેલાઈટ મેપિંગનું (Ahmedabad Sidelight Mapping) કામ વિદેશી કંપનીના હાથમાં સોંપવાની તૈયારી થઈ રહી છે. જેની સામે પૂર્વ વિપક્ષના નેતાએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ એટલા માટે છે કેમકે ઈસરોની અવગણના કરીને એવી કંપનીને કામ સોંપાઈ રહ્યું છે જે કંપની પાકિસ્તાનમાં પણ કામ કરે છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શહેર અને દેશનો ડોટા કેટલો સુરક્ષિત છે ?

AMCના ભાજપના શાસકોના અમદાવાદ શહેર સહિત દેશને “આત્મનિર્ભર” બનાવવાની જાહેરાતો ખોખલી સાબિત થઈ રહી છે. કેમ કે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને નેવે મૂકી સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદનું સેટેલાઇટ મેપિંગ કરાવવાનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે. AMC ના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ મામલે વેધક સવાલ પૂછ્યો છે કે દેશની સુરક્ષાને જોખમમાં મુકી વિદેશી કંપનીને શા માટે કામ સોંપાયું.

દાવો છે કે કંપનીને ટેન્ડર વિના બારોબાર ક્વોટેશનથી 44.43 લાખના ખર્ચે સેટેલાઇટ મેપિંગ કરવાનું કામ આપવાની સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ છે. ત્યારે ઈસરો જેવી મહત્વની સંસ્થાઓની શા માટે અવગણના કરાઈ તે પણ એક સવાલ છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

તો હવે એ પણ સમજી લઈએ કે અમદાવાદ શહેરના સેટેલાઈટ મેપિંગ માટેની ઉતાવળ શા માટે કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સુઅરેજ અને સ્ટોર્મ વોટર લાઇનનો સ્ટ્રેટેર્જિક માસ્ટર પ્લાન તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. જેના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ માસ્ટર પ્લાન માટે શહેરના 760 ચોરસ કિમી વિસ્તારનો હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ મેપિંગ જરૂરી છે.

આ કંપની જે સેટેલાઈટ ઇમેજ સહિતનો ડેટા તૈયાર કરશે તે ઇસરોને મોકલવામાં આવશે અને ઇસરો સુરક્ષા સંબધી મૂલ્યાંકન કરશે પછી ડેટા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે, સિંગાપોરની આ કંપની અમદાવાદ શહેરનો ડેટા ગુપ્ત રાખશે? તેમના ત્યાંથી કોઈ ડેટા લીક નહીં થાય તેની શું ખાતરી? અમદાવાદ શહેરના ડેટાની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? કંપની પાકિસ્તાનમાં પણ સક્રિય છે તો ડેટા કેટલા સુરક્ષિત?

આ તમામ ગંભીર સવાલ છે. ત્યારે પૂર્વ વિપક્ષના નેતા દ્વારા માગ કરવામાં આવી છે કે આ ડીલ રદ કરવામાં આવે. તેમજ દેશની સંસ્થાને શહેરનું મેપિંગ કરવાનું કામ સોંપાય.

 

આ પણ વાંચો: નશામાં ધૂત રાજકોટ પોલીસ જવાને કરી તોડફોડ, બાઈક લઈને ગબડી પડ્યો: સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો: બહારથી આવતા મુસાફરોની તપાસમાં ઢીલાશ? ઓમિક્રોનને લઈને AHNA એ CM ને લખ્યો આ ચિંતાજનક પત્ર

Published On - 8:19 am, Fri, 24 December 21

Next Article