Ahmedabad : ચોમાસાને ગણતરીના દિવસો બાકી, છતાં શહેરમાં નવા રસ્તા બનાવવાની કામગીરીમાં તંત્રના થાબડથિંગડ !

|

Jun 07, 2022 | 9:58 AM

અમદાવાદમાં (Ahmedabad) 15 જૂન સુધી રોડની (Road) તમામ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ કરાયો છે. શહેરમાં બે મહિનામાં 84 રસ્તાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 197 રસ્તાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad : ચોમાસાને ગણતરીના દિવસો બાકી, છતાં શહેરમાં નવા રસ્તા બનાવવાની કામગીરીમાં તંત્રના થાબડથિંગડ !
Ahmedabad Municicpal Corporation (File Photo)

Follow us on

ચોમાસુ(Monsoon)  હવે નજીક છે તેવામાં અમદાવાદમાં (Ahmedabad) 15 જૂન સુધી રોડની (Road) તમામ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ કરાયો છે. શહેરમાં બે મહિનામાં 84 રસ્તાની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 197 રસ્તાની કામગીરી ચાલી રહી છે.રોડ અને બિલ્ડિંગ કમિટીમાં (AMC Committee) બેઠકમાં રસ્તાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે , વર્ષ 2020-21 કરતા 2021-22ના વર્ષમાં રસ્તાઓ નવા બનાવવા, રસ્તાઓ રિસર્ફેસ કરવા, બ્રિજ બનાવવા સહિતના તમામ રસ્તામાં વપરાતો હોટમિક્સનો જથ્થો લગભગ 3 ગણો વધુ વપરાયો છે. શહેરમાં અનેક રસ્તાઓ બનાવવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે.

ચોમાસુ માથે છતાં કામગીરીના નામે તંત્રના તાગડ ધિન્ના

પશ્ચિમ ઝોનમાં 21 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 18 રસ્તાનું કામ ચાલુ છે.ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 26 રસ્તાનું કામ ચાલુ છે.દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 45 રસ્તાનું કામ ચાલુ છે.જો પૂર્વ ઝોનની વાત કરવામાં આવે તો 9 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 18 રસ્તાનું કામ ચાલુ છે. દક્ષિણ ઝોનમાં 11 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 30 રસ્તાનું કામ ચાલુ છે.મધ્ય ઝોનમાં પણ એજ સ્થિતિ જોવા મળી રહી છે,ત્યાં 6 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 2 રસ્તાનું કામ ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ઉત્તર ઝોનમાં 26 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 26 રસ્તાનું કામ ચાલુ છે.રોડ પ્રોજેક્ટ 2 રસ્તાનું કામ પૂર્ણ થયું છે જ્યારે 34 રસ્તાનું કામ ચાલુ છે.બીજી તરફ ચોમાસુ પણ થોડા દિવસોમાં દસ્તક આપે તેવી શક્યતાને પગલે તંત્ર દોડતુ થયુ છે.

Published On - 9:52 am, Tue, 7 June 22

Next Article