ગટરનું પાણી રોડ પર છોડતા બે ફ્લેટને 40 લાખનો દંડ, રોડ તુટ્યો તેનો ખર્ચ પણ વસુલાશે

|

Oct 19, 2021 | 4:13 PM

અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન ઇજનેર ખાતાએ તપાસ કરીને પહેલાં તો બન્ને ફલેટનાં જવાબદાર કર્તાહર્તાઓને રોડ ઉપર ગટરનાં પાણી નહિ છોડવા સૂચના આપી હતી.

ગટરનું પાણી રોડ પર છોડતા બે ફ્લેટને 40 લાખનો દંડ, રોડ તુટ્યો તેનો ખર્ચ પણ વસુલાશે
AMC fines Rs 40 lakh to two flats for discharging sewage water on roads in Hathijan and Ramol areas of Ahmedabad (File Photo)

Follow us on

AHMEDABAD : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે ફલેટમાંથી ગટરના પાણી રોડ ઉપર છોડી દેવાતાં હોવાથી ઇજનેર ખાતાએ નોટિસો આપ્યા પછી છેવટે બન્ને ફ્લેટનાં ચેરમેન , સેક્રેટરી અને ડેવલપરને 20-20 લાખ એમ કુલ 40 લાખ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ ફટકારતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પૂર્વ વિસ્તારમાં રામોલ – હાથીજણ વોર્ડમાં નવા રિંગ રોડનાં લાલગેબી સર્કલથી સ્વામિનારાયણ ગુરૂકુલ જવાનાં રોડ ઉપર આવેલાં ધી ધર્મવાટિકા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા ધી બાલેશ્વર સિલ્વર લાઇન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગટરનાં પાણીનાં નિકાલ માટે ખાળકુવા બનાવવામાં આવ્યા છે. આ ખાળકુવા વારંવાર ભરાઇ જતાં હોવાથી તેની સાફસફાઇ કે ખાલી કરાવવામાં સોસાયટીનાં જવાબદાર કર્તાહર્તા દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે અને છેવટે ખાળકુવામાંથી ગટરનાં પાણી જાહેર રસ્તા ઉપર છોડી દેવામાં આવતાં હોવાની ફરિયાદો પૂર્વ ઝોનનાં ઇજનેર ખાતામાં થઇ હતી.

ફરિયાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન ઇજનેર ખાતાએ તપાસ કરીને પહેલાં તો બન્ને ફલેટનાં જવાબદાર કર્તાહર્તાઓને રોડ ઉપર ગટરનાં પાણી નહિ છોડવા સૂચના આપી હતી. તેમ છતાં ગટરનાં પાણી છોડવાનું ચાલુ રહેતાં મહાનગરપાલિકાના ઇજનેર ખાતાએ બન્ને ફલેટનાં ચેરમેન, સેક્રેટરી તથા ડેવલપરનાં નામે નોટિસ ફટકારી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સાથે જ મહાનગરપાલિકાના ટીપી રોડને નુકસાન થયું હોવાનું અને જાહેર પબ્લિકની સુખાકારીને નુકસાન થયુ હોવાથી 20-20 લાખનો દંડ સાત દિવસમાં મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવવાની તાકીદ કરવાની સાથે સાત દિવસમાં દંડની રકમ જમા નહિ થાય તો કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાની આ કાર્યવાહી એવા તમામ ફ્લેટ માટે એક ચેતવણી સમાન છે જે પોતાના સ્વાર્થ માટે જાહેરજીવનની સુખાકારી માટે ભય ઉભો કરે છે.

આ પણ વાંચો : Lakhimpur Violence : સુપ્રીમ કોર્ટમાં 3 ઓક્ટોબરના રોજ લખીમપુર હિંસા કેસની સુનાવણી થશે, 4 ખેડૂતો સહિત 8 લોકોના થયા હતા મોત

આ પણ વાંચો : Jammu-Kashmir: ભારતીય સેનાએ રાજૌરીના જંગલમાં લશ્કરના છ આતંકીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીના પ્રયાસ કર્યા નિષ્ફળ

Next Article