
આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વની આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની સંભાવના છે. પાંચ થી સાત મે દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી શકે છે. મે માસમાં 15 થી 20 તારીખ સુધીમાં પણ માવઠું પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત, 3 થી 7 મે, 8 થી 12 મે અને 16 મે પછી પશ્ચિમી વિક્ષેપો ગુજરાતના હવામાનને અસર કરી શકે છે. મે મહિનામાં 15 થી 23 તારીખ સુધીમાં આંધી-વંટોળ સાથે પ્રી-મોન્સુન વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે.
11 અને 12 મે સુધી ગરમી પડ્યા બાદ 12 મે પછી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જે બાદ વાવાઝોડું બનવાની સંભાવના છે. જૂનની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગરમાં પણ 8 જૂનથી પવનો બદલાઈ શકે છે અને 15 જૂન પહેલા એક ચક્રવાતની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસી શકે છે.
હવામાનમાં સતત બદલાવના કારણે વાતાવરણમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી છે..ગુજરાતમાં 43 ડિગ્રી ગરમી સહન કર્યાં બાદ ક્યારે મળશે ગરમીથી રાહત..જો કે આગાહી મુજબ એવું લાગે છે કે ગરમીનો પારો હજુ કેટલાક દિવસો સ્થિર રહેવાનો છે. કેમ કે, ગરમીથી રાહતના કોઇ સંકેત મળી રહ્યાં નથી. તો બીજી તરફ આગાહીકાર કહી રહ્યાં છે કે 48 કલાક બાદ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી ગરમીમાં કોઈ ખાસ રાહત નહીં મળે અને તાપમાન યથાવત રહેવાની શક્યતા છે..રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે..ખાસ કરીને અમદાવાદમાં ગરમીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
Published On - 10:29 pm, Sun, 3 May 26