અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો, પૈસા આપી કેસ સેટલ કરવા મુકી શરત – Video

અમદાવાદમાં પ્લેન ક્રેશના પીડિ પરિવારોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો કરાયો છે. 120 પીડિત પરિવારો માટે કાનૂની લડત લડતા વકીલ ફર્મે દાવો કર્યો છે કે ઍર ઈન્ડિયા દ્વારા મૃતકોના સ્વજનોને પૈસા આપી કાનુની લડત પુરી કરવા માટેની શરત મુકાઈ છે.

| Edited By: | Updated on: Jun 12, 2026 | 9:48 PM

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની આજે વરસી છે. આ ગોજારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છે. હજુ પણ પરિવારો ઍર ઈન્ડિયા અને બોઈંગ કંપની સામે કાનુની લડત લડી રહ્યા છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છતા હજુ તેમને ફાઈનલ રિપોર્ટ મળ્યો નથ. પ્લેનક્રેશ ક્યા કારણોસર થયુ, આખરે પ્લેનમાં એવી તો શું ક્ષતિ હતી કે ક્રેશ થઈ ગયુ. સૌથી મોટુ રહસ્ય આજે પણ અકબંધ છે. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ એ જાણી નથી શકાયુ કે ટેક ઓફની થોડી ક્ષણોમાં જ બંને એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચીસ Run માંથી CUTOFF ક્યા કારણોસર પહોંચી ગઈ જેના કારણે એન્જિનને મળતો ઈંધણનો પૂરવઠો બંધ થઈ ગયો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. આ તમામ પરિવારો ન્યાય તેમના સ્વજનો માટે ન્યાય માગી રહ્યા છે. પ્લેનક્રેશનો તપાસ રિપોર્ટ જલદી તેમની સામે આવે તેવી તેઓ છેલ્લા એક વર્ષથી માગ કરી રહ્યા છે.

જો કે તપાસ રિપોર્ટ તો હજુ નથી આવ્યો પરંતુ હવે આ અંગે ચાલી રહેલી કાયદાકીય લડાઈ પણ પૈસા આપીને બંધ કરાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે. ઍર ઈન્ડિયાએ મોટી રકમ આપી પરિવારોને ભવિષ્યમાં આ કેસમાં કાનુની લડત ન લડવાની ઓફર આપી છે. 120 પીડિત પરિવારો માટે કાનૂની લડત લડતા વકીલ ફર્મે આ દાવો કર્યો છે. ઍર ઈન્ડિયાએ અનેક પરિવારોને ડોક્યુમેન્ટ પર સહી કરવા સંપર્ક કર્યો હતો.જો પરિવાર ડોક્યુમેન્ટ પર સહી કરશે તો ભવિષ્યમાં કાનૂની લડત નહીં લડી શકે. કેટલાક ઈજાગ્રસ્ત પરિવારોએ સહી કરી હોવાનું જાણવા મળ્યું. વકીલની ટીમ સાથે જોડાયેલા 120 પરિવારમાંથી માત્ર ૧10 પરિવારોને જ ઓફર મળી છે. વકીલ ફર્મે હાલ પરિવારોને વિનંતિ કરી છે કે આવી કોઈ ઓફર સ્વીકારે નહીં અને કોઈ ડોક્યુમેન્ટ પર સહી ન કરે.

આ અંગે ફેડરેશેન ઓફ ઇન્ડિયન પાયલોટ્સના પ્રમુખ સી.એસ. રંધાવાએ જણાવ્યુ છે કે મૃતદેહો મેળવવાથી લઇને અનેક બાબતોમાં પરિવારોએ દુઃખ વેઠ્યું છે. એક વર્ષ બાદ પણ હજુ ફાઈનલ રિપોર્ટ નથી આવ્યો. ફાઇનલ રિપોર્ટ ન આવે તો તેમને ડ્રાફ્ટ રિપોર્ટ મળે. 30 દિવસમાં ફાઇનલ રિપોર્ટ મળે, ક્યા કારણોસર ઘટના બની તે જાણવુ જરૂરી છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Published On - 9:47 pm, Fri, 12 June 26

Follow Us