Ahmedabad: આ કઈ રીતે વેક્સિન લગાવવા ગયો યુવાન? રસીકરણ અંગે જાગૃતિ માટે અનોખો પ્રયાસ
Ahmedabad : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ અમુક શહેરી જનોમાં પણ વેક્સિનને લઈને ડર છે અને આ યુવાન આ રીતે અનોખા પ્રયાસથી લોકોમાં રસીકરણને લઈને જાગૃતિનું કામ કરી રહ્યો છે.
Ahmedabad: કોરોનાની બીજી લહેરે માણસોની આંખ ઉઘાડી દીધી છે. કોરોના સામે લડવા માટે અત્યારે વેક્સિનેશન (Vaccination) એક માત્ર ઉપાય છે. પરંતુ ઘણા લોકો રસીકરણને લઈને ઉદાસીનતા દાખવી રહ્યા છે. અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓ કે પછી વેક્સિનને લઈને ફેલાતી ભ્રામક વાતોથી લોકો ડરી રહ્યા છે. જો વેક્સિન લગાવશે તો તરહ તરહના નુકસાન અફવાઓએ જોર પકડ્યું છે.
આવામાં રસીકરણને લઈને જાગૃતિ ફેલાવવી ખુબ જ અગત્યની છે. કોરોનાની રસી લેવાથી કોઈ જ નુકસાન નથી તેવો પ્રચાર ખુબ જ જરૂરી છે. આવો જ કઈક પ્રચાર કરતો એક અમદાવાદનો યુવાન આગળ આવ્યો છે. રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે તેને અનોખો પ્રયાસ કર્યો છે. જુઓ વીડિયો.
અમદાવાદના આ અરુણ હરિયાણી નામના યુવાને આખા શરીરને તિરંગાથી રંગ્યું (Body paint) હતું. વેક્સિનેશન સેન્ટર પર તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સેન્ટર પર હાજર સ્ટાફે પણ તેના આ અનોખા પ્રાયસને વખાણ્યો હતો. ત્રણ કલાકની મહેનત બાદ તેને આ ગેટ-અપ મેળવ્યો હતો. ભારતના રાષ્ટ્રધ્વજ સાથે આવેલા આ યુવાને છાતી પર “વેક્સિન લગવાયે” પણ લખ્યું હતું.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ અમુક શહેરીજનોમાં પણ વેક્સિનને લઈને ડર છે અને આ યુવાન આ રીતે અનોખા પ્રયાસથી લોકોમાં રસીકરણને લઈને જાગૃતિનું કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad મેડિકલ એસોસિએશનના તબીબોની મહત્વની બેઠક યોજાઈ, કોરોનાની બીજી લહેરમાં રહેલી ખામીઓ બાબતે ચર્ચા થઇ