Ahmedabad : અમરાઈવાડીમાં ભાભીએ જ દિયર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

|

Aug 04, 2022 | 5:52 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરના અમરાઈવાડી(Amraiwadi)  વિસ્તારમાં સમાજને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાભી એ જ પોતાના દિયર વિરુદ્ધ દુષ્કર્મની(Rape) ફરિયાદ નોંધાવી છે. જેમાં અમરાઈવાડી પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે

Ahmedabad : અમરાઈવાડીમાં ભાભીએ જ દિયર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
Ahmedabad Amraiwadi Police Arrest Rape Accused

Follow us on

અમદાવાદ(Ahmedabad)  શહેરના અમરાઈવાડી(Amraiwadi)  વિસ્તારમાં સમાજને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાભી એ જ પોતાના દિયર વિરુદ્ધ દુષ્કર્મની(Rape) ફરિયાદ નોંધાવી છે. જેમાં અમરાઈવાડી પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. અમરાઈવાડી પોલીસે આરોપી હસમુખની ધરપકડ કરી છે. જેમાં ફરિયાદમા જણાવ્યા મુજબ આ વ્યક્તિ પર આરોપ છે કે તેને પોતાની જ ભાભી સાથે અનૈતિક સંબધ બાંધી ને લગ્નની લાલચ આપીને અવાર નવાર શારીરિક સંબધ બાંધ્યો હતો.જોકે પિત્રાઈ ભાઈ ના છૂટાછેડા થઈ ગયા બાદ દિયરએ ભાભી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જેની બાદમાં લગ્નની લાલચ આપી ને અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ઉલ્લેખ પીડિત ભાભીએ ફરિયાદ માં કર્યો છે. જેમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી હસમુખની ધરપકડ કરીને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હસમુખના કૌટુંબીક ભાઈની પત્ની સાથે છૂટાછેડા થયેલ મહિલા સાથે હસમુખના અનૈતિક સંબંધો બાંધ્યા હતા.જેથી મહિલાના છૂટાછેડા બાદ હસમુખે મહિલા સાથે ફુલહાર કરી તેની સાથે રહેતો હતો..જોકે લગ્ન કર્યા વગર છેલ્લા 6 મહિનાથી મહિલાને સાથે રાખી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.. મહિલા સાથે લગ્ન ના કરતા અંતે મહિલાએ અમરાઈવાડી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

આરોપી પુછપરછ કરતાસામે આવ્યું કે હસમુખ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે..જોકે આરોપી હસમુખે તેનાથી મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા.આવી જ રીતે અન્ય કોઈ મહિલા સાથે સંબંધ બાંધ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Published On - 5:51 pm, Thu, 4 August 22

Next Article