Ahmedabad: વેજલપુર પોલીસે 22 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ, કુલ 10.94 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Sep 20, 2022 | 3:38 PM

વેજલપુર પોલીસે (Vejalpur Police)  જુહાપુરા વિસ્તારમાં દરોડો પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા બે શખ્સો જુહાપુરા અને આસપાસમાં યુવક, યુવતીઓ છૂટક ડ્રગ્સ વેચતા હતા.

Ahmedabad: વેજલપુર પોલીસે 22 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ, કુલ 10.94 લાખનો મુદ્દામાલ જપ્ત
એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસે હવે ધબધબાટી બોલાવી છે. અમદાવાદના વેજલપુરમાંથી પોલીસે 22 ગ્રામ MD ડ્રગ્સનો (MD Drugs) જથ્થો ઝડપી પાડ્યો છે. વેજલપુર પોલીસે (Vejalpur Police) જુહાપુરા વિસ્તારમાં દરોડો પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા બે શખ્સો જુહાપુરા અને આસપાસમાં યુવક, યુવતીઓ છૂટક ડ્રગ્સ વેચતા હતા. વેજલપુર પોલીસે આરોપીઓ પાસેથી અગાઉ ડ્રગ્સ વેચીને કમાયેલા રૂપિયા અને વધુ જથ્થો ખરીદવા ભેગા કરેલા 7 લાખ જપ્ત કર્યા છે. આ ડ્રગ્સના રેકેટમાં રાજસ્થાનના બાંસવાડાના યુવકનું નામ સામે આવ્યું છે. જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કુલ 10.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

આરોપી ઈસતીયાક સૈયદ અને અબ્દુલ રઉફ અબ્દુલગની સૈયદ ઘરમાં બેસીને ડ્રગ્સનો કાળો વેપાર ચલાવતા હતા. આરોપી ઇસતીયાક ફતેહવાડીના ઝેનબ ડુપ્લેક્સમાં રહે છે. જ્યારે અબ્દુલ રઉફ જુહાપુરાના સંકલિત નગરમાં રહે છે. બંને આરોપીઓ ઇસતીયાકના ઘરે ભેગા થયા હતા. અહીં બંને લોકો ઘર બંધ કરી એમડી ડ્રગ્સ કોને કેટલા રૂપિયામાં વેચવાનું છે તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા. એ પહેલા જ વેજલપુર પોલીસની ટીમને બાતમી મળી અને પોલીસે બાતમી મળતા જ તાત્કાલિક ત્યાં પહોંચી રેડ કરી હતી. રેડ કરતા જ બંને આરોપીઓ પાસેથી પોલીસને 21 ગ્રામ એમડી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. બાદમાં ઘરમાં અંદર વધુ જથ્થા માટે તપાસ કરાતા પોલીસને એક ડબ્બામાંથી 7.59 લાખ રોકડા મળી આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને રોકડ મળીને 10.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ ડ્રગ્સનો જથ્થો ખરીદવાનું હતુ આયોજન

પકડાયેલા આરોપીઓ જુહાપુરા વિસ્તારના યુવાનોને ડ્રગના રવાડે ચઢાવતા હતા. જેમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો લાવી લોકોને છૂટકમાં આપતા હતા. આરોપી ઈસતીયાક સૈયદ વિસ્તારમાં મોટો ડ્રગ્સ ડીલર બનવાના સપના જોતો હતો તે પહેલાં જ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ પાસે મળેલી 7.59 લાખ રોકડ ડ્રગ્સની કમાણીના છે. અગાઉ જે ડ્રગ્સ વેચ્યુ તેનાથી તેઓએ આ રૂપિયા ભેગા કર્યા હતા અને આ જ રૂપિયાથી વધુ ડ્રગ્સનો જથ્થો ખરીદવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોપીઓ રાજસ્થાનના બાંસવાડામાંથી લાવ્યા હતા ડ્રગ્સ

અત્યાર સુધી એમડી ડ્રગ્સ માટે મુંબઈની લાઇન ચાલતી હતી. જ્યાંથી અગાઉ પકડાયેલા આરોપીઓ ડ્રગ્સ લાવ્યા હોવાનું ખુલ્યું હતું પણ ગાંજા માટે પ્રખ્યાત રાજસ્થાનની લાઈન એમડી ડ્રગ્સના કેસમાં પણ ખુલી છે. આ પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના બાંસવાડાના જમશેદ ઉર્ફે જાવેદ ઉર્ફે શેખવાલા પાસેથી આ એમડી ડ્રગ્સ લાવ્યા હોવાથી આ વોન્ટેડ આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વોન્ટેડ આરોપી પકડાયા બાદ પકડાયેલ આરોપીઓ અગાઉ કેટલી વાર તેની પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી ચુક્યા છે તે વાતનો પર્દાફાશ થશે.

Next Article