Ahmedabad: દર્દીઓ અને તેમના પરિવારજનોને સુવિધા આપવા સિવિલ હોસ્પિટલમાં Valet પાર્કિંગ શરૂ

|

May 09, 2022 | 7:54 PM

સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દર્દીઓના સ્વજનોને પાર્કિંગમાં અગવડ પડતી હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે Valet પાર્કિંગની (Valet parking) સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Ahmedabad: દર્દીઓ અને તેમના પરિવારજનોને સુવિધા આપવા સિવિલ હોસ્પિટલમાં  Valet પાર્કિંગ શરૂ
Valet parking started at Civil Hospital

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સમગ્ર દેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. રોજ હજારોની સંખ્યામાં ઓપીડી બહાર દર્દીઓની (Patients) લાઇન હોય છે. ત્યારે આ તમામ દર્દીઓ અને તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં વાહન પાર્કિંગ દરમિયાન હાલાકી ન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ( Ahmedabad )સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનોના હિતાર્થે Valet પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે.

સિવિલમાં Valet પાર્કિંગ શરૂ કરવામાં આવ્યુ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજ ન માત્ર ગુજરાતભરમાંથી પરંતુ રાજ્ય બહાર દર્દીઓ પણ સારવાર અર્થે આવતા હોય છે. ઘણી વાર તો ઇમરજન્સી કેસ પણ અહીં આવતા હોય છે. ત્યારે દર્દીઓ, તેમના પરિવારજનો અને મુલાકાતીઓનો ધસારો જોતા તેમની સેવામાં સરળતા ઉપલબ્ધ કરાવવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જનહિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. આ તમામ લોકોને વાહન સરળતાથી મુકી શકાય તેવી સુવિધા આપવા Valet પાર્કિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

પ્રાથમિક તબક્કે 4 ડ્રાયવરની નિમણૂક

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ વધુ વિગતો આપતા જણાવ્યુ કે, સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડિંગ અસ્મિતા ભવન ખાતે સવારે 8-30 થી બપોરે 4-30 કલાક સુધી Valet પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. જેના માટે 4 ડ્રાઇવર મિત્રોની નિમણૂંક પ્રાથમિક તબક્કે કરવામાં આવી છે. આ ડ્રાયવર્સ દર્દી અથવા તેમના પરિવારજનોના વાહનો પાર્કિંગમાં પાર્ક કરી આપશે અને જરૂર જણાતા વધુ ડ્રાઇવર મિત્રો આ સેવાર્થે કાર્યરત કરવામાં આવશે. વધુમાં પાર્કિંગ પાસે વ્હીલચેર અને ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે જ Valet પાર્કિંગ

સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.માં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. જેના કારણોસર સ્વજનોને પાર્કિંગમાં અગવડ પડતી હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે Valet પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દર્દીઓને ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે બેસાડીને પાર્કિંગમાં દૂર જવું ન પડે તેના માટે ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે જ Valet પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પણ Valet પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમ ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતુ.

Published On - 5:46 pm, Mon, 9 May 22

Next Article