અમદાવાદમાં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, પાથરણાવાળાઓને થયુ નુકસાન- વીડિયો

|

Mar 02, 2024 | 11:45 PM

અમદવાદ શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અડધા કલાક સુધી વરસેલા વરસાદમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. એકાએક વરસેલા વરસાદને કારણે પાથરણાવાળાઓને ભારે મુશ્કેલી પડી હતી અને તેમનો માલસામાન પલળી જવા પામ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરમાં પણ આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના ગોતા, વૈષ્ણવ દેવી, અડાલજ, એસજી હાઈવે, નહેરૂનગર, લો ગાર્ડન, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં 30 મિનિટ સુધી ભારે વરસાદ પડ્યો હતો. એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ હતી.

લો ગાર્ડન વિસ્તારમાં ખાણીપીણી બજાર અને પાથરણાવાળાને સર્જાઈ હાલાકી

લો ગાર્ડન વિસ્તારની વાત કરીએ તો થોડા વરસાદમાં પણ રસ્તાઓ પાણી પાણી થયા હતા. અહીં આવેલા ખાણીપીણી બજાર તેમજ પાથરણાવાળાને વરસાદને પગલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પાથરણાવાળાઓએ તેમનો સામાનને તાડપત્રીથી ઢાંક્યો હતો જો કે કેટલાક વેપારીઓના સામાન વરસાદમાં પલળી ગયો હતો.

કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી, પાકને પારાવાર નુકસાનની ભીતિ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર હાલ માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ખાસ કરીને ઘઉં, રાયડો, ચણા, જીરું, મરચાંને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ હોય કે પછી મધ્ય કે ઉત્તર ગુજરાત દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
મહેસાણાના બહુચરાજીમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો. સાબરકાંઠાના ઇડરના ફલસાણ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો. આ માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. ધરતીપુત્રો માટે ફરી માવઠુ મુશ્કેલી લઈને આવ્યુ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ તરફથી આગાહી હોવા છતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી ગઈ હતી. રાજકોટ સહિત અનેક માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં હજુ આગામી 24 કલાક ભારે રહેવાના છે.
આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article