Ahmedabad: શહેરીજનોની તંદુરસ્તી માટે કાલુપુર રેલવે સ્ટેશન પર શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર

|

Jun 26, 2021 | 2:18 PM

Ahmedabad : કોરોનની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર સજ્જ થયું છે. કોરોના વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે . અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Ahmedabad: શહેરીજનોની તંદુરસ્તી માટે કાલુપુર રેલવે સ્ટેશન પર શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર
કાલુપુર રેલવે સ્ટેશન પર વેકસીનેશન સેન્ટર

Follow us on

Ahmedabad: બીજી લહેર કોરોના કેસની સંખ્યા અને મોતના આંકડાએ લોકોને ધ્રુજાવી દીધા હતા. જે લહેરમાં હાલમાં કેસ ઘટતા લોકો સાથે તંત્રએ રાહત અનુભવી છે. જોકે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે અને ત્રીજી લહેર ગંભીર માનવામાં આવી રહી છે.

દરેક લોકોને સુરક્ષિત કરવા સરકાર લાગી છે, જેના ભાગ રૂપે સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના જ ભાગ સ્વરૂપે કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur railway station)માં લોકો વેક્સિન લેતા થાય તે પ્રયાસે વેક્સિનેશન સેન્ટર (vaccination center) શરૂ કરાયું છે.

કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 22 જૂને વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં રેલવે સ્ટાફ. સફાઈ કર્મચારી. વેન્ડર અને મુસાફરોને રસી મળે તેવું આયોજન કરાયું છે. જે આયોજનના ભાગ રૂપે 22 જૂનથી 25 જૂન એટલે કે ચાર દિવસમાં 578 લોકોએ વેકસીન લીધી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

4 દિવસમાં 578 લોકોએ વેક્સિન લીધી

જો તારીખ પ્રમાણે જોઈએ તો, 22 જૂનથી શરુ કરેલ સેન્ટરમાં છેલ્લા 4 દિવસમા 578 લોકોએ વેક્સિન લીધી છે. છેલ્લા 4 દિવસમાં 76 સ્ટાફ ,62 કુલી 80 વેન્ડર 95 સફાઇકર્મી 265 પેસેંજરો થઈને 578 લોકોએ લીધી વેક્સિન લીધી છે.
22મી જૂને 5 કુલી, 21 વેન્ડર અને 83 પેસેંજરો થઈને કુલ 109 લોકોએ લીધી વેક્સિન હતી.
23મી જૂને 23 સ્ટાફ , 33 કુલી 27 વેન્ડર 24 સફાઇકર્મી 48 પેસેંજરો થઈને 155 લોકોએ લીધી વેક્સિન હતી.
24મી જૂને 34 સ્ટાફ ,17 કુલી 27 વેન્ડર , 39 સફાઇકર્મી 57 પેસેંજરો થઈને 166 લોકોએ લીધી વેક્સિન હતી.
25મી જૂને 19 સ્ટાફ , 7 કુલી ,13 વેન્ડર , 32 સફાઇકર્મી 77 પેસેંજરો થઈને 148 લોકોએ લીધી વેક્સિન હતી.

એટલું જ નહીં પણ રેલવે કર્મચારીઓ વેકસીન લે માટે રેલવે DRM એ કાલુપુર રેલવે સ્ટેશન પરિવાર સાથે આવી રસી લીધી હતી. જેથી કર્મચારીઓને મોટિવેશન મળે અને તેઓ રસી લેતા થાય. તો સાથે કર્મચારીઓ અને લોકો વેકસીન લે માટે રેલવે સ્ટેશન પર સતત એનાઉન્સમેન્ટ પણ કરી લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરાઈ રહ્યા છે.

મહત્વનું છે કે અમદાવાદ રેલવે મંડળમાં 15 હજાર જેટલા કર્મચારી છે. જ્યારે 250 જેટલા કુલી છે. જેમાં 70 ટકા ઉપર લોકોએ વેકસીન લઈ લીધી છે. તો અન્ય જે લોકો બાકી છે તેઓને વેકસીન આપવાના પ્રયાસ ચાલુ છે. તો સાથે મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને કે જતા તરત રસી લે તેવું આયોજન કર્યું છે. આ પ્રકારનાં પ્રયાસથી વધુમાં વધુ લોકો રસી લે અને સુરક્ષિત બની શકે છે.

જોકે બીજી તરફ શહેરમાં કેટલાક સ્થળે વેક્સિનેશન ડોઝ ખૂટતા રસીકરણ કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યા. તો કેટલાક સ્થળે ભીડ જોવા મળી તો ક્યાંક કોવિડ નિયમ ભંગ પણ જોવા મળ્યા. ત્યારે આ તમામ પ્રક્રિયા વચ્ચે યોગ્ય વ્યવસ્થાની પણ માગ ઉઠી છે જેથી વધુમાં વધુ લોકો ઝડપી વેક્સિન મેળવી પોતાની સાથે શહેર અને રાજ્ય અને દેશને સુરક્ષિત બનાવી શકે.

Published On - 2:17 pm, Sat, 26 June 21

Next Article