અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાનની સઘન સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ શહેર પોલીસને તાકીદ કરી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાનની સુરક્ષા માટે વ્યુ કટર લગાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ઔડા દ્વારા બીજી વાર રૂપિયા 24.82 લાખ ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતની જ નહીં પણ દેશની સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાનની સુરક્ષા વધુને વધુ લોખંડી બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સામાન્ય રીતે દિલ્હીમાં નિવાસ કરે છે. તેમજ તેવો ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ પણ છે. જેના પગલે અનેક વાર પ્રજાકીય કાર્યોના લોકાર્પણ માટે અથવા વિવિધ તહેવારોની ઉજવણી માટે રાજ્યની મુલાકાતે આવતા હોય છે. જે દરમ્યાન તેવો થલતેજના નિવાસસ્થાને રોકાતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસની રજુઆત બાદ ઔડા દ્વારા ગૃહમંત્રી અમિત શાહના થલતેજના બંગલાની સુરક્ષા માટે કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો : Botad: શિવનગર સોસાયટીમાં ચોતરફ ડ્રેનેજનું દૂષિત પાણી જોવા મળ્યુ, સ્થાનિકોને ભારે હાલાકી, જુઓ Video
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આ પ્રથમ કિસ્સો છે જેમાં કોઇ વીવીઆઇપીના નિવાસ સ્થાન માટે વ્યૂ કટર લગાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોય. જેમાં થલતેજના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ સ્થાન નજીક આવેલાં મથુરનગરી શહેરી ગરીબ આવાસ યોજના નજીક વ્યૂ કટર ફીટ કરવાનું ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે.
સામાન્ય રીતે વ્યૂ કટરનો ઉપયોગ વીવીઆઇપીના નિવાસસ્થાનોની સુરક્ષા કે પછી ખાસ બિલ્ડીંગ કે એરપોર્ટની સુરક્ષા માટે કરવામાં આવતો હોય છે. જેમાં વ્યૂ કટર મૂકીને સીધો વ્યૂ જોવામાં અવરોધ ઉભો કરવામાં આવે છે. જેમાં મોટાભાગના કિસ્સાઓમાં દેશની મોટી લેબોરેટરીઓ, રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ કે વીવીઆઇપી નિવાસસ્થાને આ પ્રકારની વ્યૂ કટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.જેમાં વીવીઆઇપી બિલ્ડિંગ હોય તો તેની ફરતે ઊંચી દિવાલો ઉભી કરવામાં આવે છે. જેથી કરીને આ દિવાલની ઊંચાઇને કારણે ઇમારતમાં થતી અવરજવર જોઈ શકાય નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…