AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : ઉદ્ગમ સ્કૂલ બાળકો માટે રસીકરણ શરૂ કરશે, વંચિત બાળકોને પણ રસી આપશે

AHMEDABAD : ઉદ્ગમ સ્કૂલ બાળકો માટે રસીકરણ શરૂ કરશે, વંચિત બાળકોને પણ રસી આપશે

| Updated on: Nov 16, 2021 | 12:04 AM
Share

Vaccination For Children : સ્કૂલના જેટલા વિદ્યાર્થી દ્વારા પેઈડ ડોઝ લેવામાં આવશે એટલા વંચિત બાળકોને શેલબી હોસ્પિટલમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે.

AHMEDABAD : જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, એ બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલીઉદ્ગમ સ્કૂલ બાળકો માટે રસીકરણ શરૂ કરશે. બાળકોના રસીકરણ માટે ઉદ્ગમ સ્કૂલે સર્વે કર્યો હતો. રસીકરણ માટે 3 હજાર જેટલા વાલીઓનો સંપર્ક કરી સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી 99 ટકા વાલીઓએ બાળકોને વૅક્સીન મુકાવવા સંમતિ દર્શાવી છે.

ઉદ્ગમ સ્કૂલમાં અભ્યાસ કરતા જેટલા વિદ્યાર્થીઓ વેક્સિન લેશે તેટલા વંચિત વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા વેક્સિન આપવામાં આવશે. ઉદ્ગમ સ્કૂલે બાળકોના રસીકરણ માટે શેલબી હોસ્પિટલ સાથે ટાયપ કર્યું છે. સ્કૂલના જેટલા વિદ્યાર્થી દ્વારા પેઈડ ડોઝ લેવામાં આવશે એટલા વંચિત બાળકોને શેલબી હોસ્પિટલમાં મફતમાં વેક્સિન આપવામાં આવશે.સ્કૂલના વિદ્યાર્થીઓ અને વંચિત બાળકોને કો-વૅક્સીન અને ઝાયકોવ-ડી બંને વૅક્સીનના વિકલ્પ આપવામાં આવશે.

કોરોના સંક્રમણથી બચવાનો એકમાત્ર રસ્તો રસીકરણ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ને પણ 18 વર્ષથી ઓછી વયના લોકોને કોરોના રસી દાખલ કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. બાળકોના કોવિડ રસીકરણ અંગેની ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે આ ગાઈડલાઈનને આધારે જ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આપ્યા સંકેત, રાજ્યમાં જલ્દી જ શરૂ થશે ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો

આ પણ વાંચો : VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થામાં સાથે કામ કરતા સ્ટાફની પૂછપરછ કરવામાં આવી

 

g clip-path="url(#clip0_868_265)">