AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વસ્ત્રાપુરમાં રેસ્ટોરન્ટના બે કર્મચારી વચ્ચે મારામારીના બનાવમાં હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

જેમાં મારા મારી દરમિયાન મૃતક નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો.. બાદમાં રેસ્ટોરન્ટમાં હાજર અન્ય કર્મચારીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.નોંધનીય છે કે મૃતક અને આરોપી બિહારના વતની છે.

Ahmedabad : વસ્ત્રાપુરમાં રેસ્ટોરન્ટના બે કર્મચારી વચ્ચે મારામારીના બનાવમાં હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી
Ahmedabad Vastrapur Murder
Mihir Soni
| Edited By: | Updated on: May 09, 2023 | 6:49 AM
Share

અમદાવાદ(Ahmedabad)શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે..જેમાં એક કર્મચારીનું મૃત્યુ નીપજતા પોલીસ એ હત્યાનો(Murder)ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.રેસ્ટોરન્ટમાં આવેલ ઓર્ડર ને લઈને બંને કર્મચારીઓ વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં વણસી હતી.શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રે રેસ્ટોરન્ટના બે કર્મચારીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સતીશ પાસવાન નામના કર્મચારીને પવન કુમાર સુરી નામના કર્મચારીએ માર મારતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.

મારામારીના લાઈવ સીસીટીવી સામે આવ્યા

આ  અંગે પોલીસ ને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને હત્યા નો ગુનો દાખલ કરી ને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો બંને કર્મચારી વચ્ચે થયેલા મારામારીના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા.જેમાં મારમારી દરમિયાન જ એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે.

આ પણ  વાંચો : Surat: દાદાની ઉંમરે 10 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી વૃદ્ધની કરી ધરપકડ

આ ઘટના કઈક એવી છે કે મૃતક સતીશ પાસવાન છેલ્લા પાંચ વર્ષથી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ચારકોલ રેસ્ટોરન્ટમાં રસોયા તરીકે નોકરી કરે છે. ગત મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના આસપાસ આ રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ નું કામ કરતા પવન કુમાર સુરીએ મેનેજર તરફથી આપવામાં આવેલ ગ્રાહકના ઓર્ડર ની ચીઠ્ઠી મૃતકને નહીં આપીને પોતાની પાસે રાખી મુકતા બંને વચ્ચે બોલા ચાલી ઝઘડો અને છુટા હાથની મારામારી થઈ હતી.

સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

જેમાં મારા મારી દરમિયાન મૃતક નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો.. બાદમાં રેસ્ટોરન્ટમાં હાજર અન્ય કર્મચારીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.નોંધનીય છે કે મૃતક અને આરોપી બિહારના વતની છે.

ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલ ની મદદ લઈ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">