અમદાવાદ ગ્રામ્ય પોલીસે વટામણ નજીકથી 22 લાખનો દારૂ ઝડપ્યો

દારૂ ટેન્કરના કન્પાર્ટમેન્ટમાં છૂપાવ્યો હતો. પોલીસે 22 લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. તેમજ તેની પૂછપરછ શરૂ કરી છે. તેમજ આ દારૂ કયાથી લાવવામાં આવ્યો છે અને કોને આપવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 4:56 PM

ગુજરાતમાં(Gujarat)તહેવારોની સિઝનના પ્રતિબંધિત દારૂની(Liquor)હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય LCBએ દારૂનો જથ્થો લઈને જતા ટ્રકને(Truck)ઝડપી પાડ્યો છે. પોલીસે વટામણ-ધોલેરા હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો હતો.

આ દારૂ ટેન્કરના કન્પાર્ટમેન્ટમાં છૂપાવ્યો હતો. પોલીસે 22 લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. તેમજ તેની પૂછપરછ શરૂ કરી છે. તેમજ આ દારૂ કયાથી લાવવામાં આવ્યો છે અને કોને આપવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

આ દરમ્યાન સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસે લીંબડી હાઇવે પર વોચ રાખતા પરપ્રાંતિય દારૂ ભરેલ કાર ઝડપાઇ હતી. જો કે પોલીસનો પહેરો જોઇ કાર ચાલકે કાર ભગાવી મુકતા પોલીસે પાંચ કિમી પીછો કરી કોઠારીયા રોડ પરથી કાર ઝડપી હતી. જો કે આરોપીઓ અંધારાનો લાભ લઇ કાર મુકી ફરાર થયા હતા.

જયારે પોલીસે કારની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પરપ્રાંતિય દારૂ સહિત રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલા બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થોડા સમય પૂર્વે મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પાવડરની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપાયા હતા. ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજ સિંહ જાડેજાને મળેલ બાતમી ને આધારે સાપુતારા પોલીસે તેમને ઝડપ્યા હતા. જેમાં
મહારાષ્ટ્ર થી ગુજરાતને જોડતી સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પર સફેદ પાવડરની આડમાં ઈંગ્લીશ બનાવટનો દારૂ લઈ જતો ટેમ્પો ઝડપાયો હતો.

આ પણ વાંચો :  સુરતથી સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

આ પણ વાંચો : બનાસકાંઠામાં પાલનપુર બજારમાં કારમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">