અમદાવાદ શહેરમાં હેલ્મેટ, સીટ બેલ્ટ અને નો પાર્કિંગના નિયમ ભંગ સામે કડક કાર્યવાહી, ચોંકાવનારા આંકડા આવ્યા સામે..

અમદાવાદ શહેરમાં 1 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં ટ્રાફિક પોલીસે 353012 કેસ કરી અધધધ દંડ વસૂલ્યો છે. મહત્વનું છે કે આ દરમ્યાન CCTVની મદદથી 237791 ચલણ ઈશ્યું કરાયા છે.

અમદાવાદ શહેરમાં હેલ્મેટ, સીટ બેલ્ટ અને નો પાર્કિંગના નિયમ ભંગ સામે કડક કાર્યવાહી, ચોંકાવનારા આંકડા આવ્યા સામે..
| Edited By: | Updated on: Feb 06, 2025 | 7:39 PM

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં 3,53,012 કેસ કરવામાં આવ્યા છે અને રૂ. 22 કરોડ 81 લાખ 24 હજાર 900 નો દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ તમામ કામગીરીને લઈ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા.

દંડના મુખ્ય કેસો

  • હેલ્મેટ ન પહેરવા: 2,47,238 કેસ, દંડ – 12.36 કરોડ
  • નો પાર્કિંગ: 46,874 કેસ, દંડ – 2 કરોડ 69 લાખ 65 હજાર
  • ઓવર સ્પીડ: 10,391 કેસ, દંડ – 2 કરોડ 34 લાખ 79 હજાર
  • રોંગ સાઇડ ડ્રાઇવિંગ: 22,930 કેસ, દંડ – 3 કરોડ 88 લાખ 89 હજાર

CCTV ચલણ વિગતો

CCTVની મદદથી 2,37,791 ચલણ ઈશ્યું કરાયા, 8,765 ચલણ કોર્ટમાં રદ્દ કરાયા અને રૂ. 60 લાખનું કલેક્શન થયું.

અન્ય મહત્વના દંડ કેસ

  • સીટ બેલ્ટ: 7,691 કેસ, દંડ – 38.45 લાખ
  • વાહન ચલાવવા સમયે મોબાઈલ વપરાશ: 1,725 કેસ, દંડ – 8.74 લાખ
  • ત્રણ સવારી: 6,719 કેસ, દંડ – 6.71 લાખ
  • ઓટો રિક્ષા ડ્રાઇવર સીટ પર મુસાફર બેસાડવો: 1,784 કેસ, દંડ – 10.29 લાખ
  • ડાર્ક ફિલ્મ: 1,514 કેસ, દંડ – 8.61 લાખ
  • સિગ્નલ ભંગ: 5,307 કેસ, દંડ – 36.96 લાખ

વર્ષ 2024ના કુલ કેસ

ટ્રાફિક પોલીસે 2024માં કુલ 18,64,409 કેસ કરી, રૂ. 126 કરોડ 72 લાખ 13 હજાર 200 નો દંડ વસૂલ્યો.

  • હેલ્મેટ: 10,06,072 કેસ, દંડ – 50.30 કરોડ
  • નો પાર્કિંગ: 2,52,434 કેસ, દંડ – 13.72 કરોડ
  • CCTV દ્વારા 9,51,867 ચલણ ઇશ્યુ, 1,04,147 ચલણ કોર્ટમાંથી રદ્દ
  • કોર્ટમાં રદ્દ થયેલા ચલણ માટે 8.68 કરોડનું કલેક્શન

 

Published On - 5:28 pm, Thu, 6 February 25