Ahmedabad : અમદાવાદ-વિરમગામ સેક્શનના શહેરમાં આવેલા રેલવે ટ્રેકનું થશે સમારકામ, જાણો કયા કયા રેલવે ક્રોસિંગ રહેશે બંધ

|

Sep 07, 2023 | 9:19 AM

Ahmedabad : પશ્ચિમ રેલવે (Western Railway) અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશન વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ (Railway crossing) નંબર 7 કે જે જનતાનગર અને ઘાટલોડિયા પાસે આવેલુ છે, તે ક્રોસિંગ 10 થી 19 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ ટ્રેક નવીકરણ (CTR) અને સમારકામ માટે બંધ કરાશે.

Ahmedabad : અમદાવાદ-વિરમગામ સેક્શનના શહેરમાં આવેલા રેલવે ટ્રેકનું થશે સમારકામ, જાણો કયા કયા રેલવે ક્રોસિંગ રહેશે બંધ

Follow us on

Ahmedabad : પશ્ચિમ રેલવે (Western Railway) અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશન વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ (Railway crossing) નંબર 7 કે જે જનતાનગર અને ઘાટલોડિયા પાસે આવેલુ છે, તે ક્રોસિંગ 10 થી 19 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ ટ્રેક નવીકરણ (CTR) અને સમારકામ માટે બંધ કરાશે. આ દિવસો દરમિયાન માર્ગ મુસાફરો ચાણક્યપુરી ROB કિમી (506/8-9) અને ઘાટલોડિયા ROB કિમી (508/8-9) થી મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો- Gujarat Weather Forecast : આજે રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

13 સપ્ટેમ્બરની અમદાવાદ-પટના સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પરથી દોડશે.

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડિવિઝનના સુબેદારગંજ રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પરથી દોડશે..

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
  •  3 સપ્ટેમ્બર 2023ની ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શનને બદલે કાનપુર સેન્ટ્રલ-લખનૌ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન થઈને તેના બદલાયેલા માર્ગ પરથી દોડશે.

8 સપ્ટેમ્બર થી વઘુ એક મહિના માટે ભુજ-પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણો સર ટ્રેન સંખ્યા 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 8 સપ્ટેમ્બરથી વધુ એક મહિના માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તથા ટ્રેન સંખ્યા 19405/19406 ગાંધીધામ – પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન અગાઉ બદલાયેલા સમય મુજબ દોડશે. જેની વિગત નીચે મુજબ છે.

  • ટ્રેનની સંખ્યા 20928/20927 ભુજ – પાલનપુર – ભુજ ઇન્ટરસિટ એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર 2023 થી 07 ઓક્ટોબર 2023 સુધી રદ્ રહેશે .

ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી જાણકારી મેળવી શકે છે.

બીજી તરફ ઉત્તર રેલવેમાં રિમોડેલિંગ કામગીરીને પગલે ટ્રેન વ્યવહારને અસર રહેશે. 11 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાનની 16 ટ્રેનોને અસર રહેવાની છે. અમદાવાદની 10 ટ્રેનોને પણ અસર થશે.

નીચે જણાવેલી ટ્રેન રદ રહેશે.

  • ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ આવતી-જતી ટ્રેન રદ
  • ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આવતી-જતી ટ્રેન રદ
  • અમદાવાદ-પટના આવતી-જતી ટ્રેન રદ
  • ચાર ટ્રેનોના રૂટમાં કરવામાં આવ્યા ફેરફાર

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article