Ahmedabad : શાળાઓમાં કોરોનાના કેસો વધતા સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા tv9નો પ્રયાસ

|

Dec 22, 2021 | 4:40 PM

જ્યારે ટીવી નાઈનની ટીમ હાટકેશ્વર વિસ્તારમાં આવેલ સેવનથ ડે સ્કૂલ પર પહોંચી તો ત્યાં sop નું પાલન થતા હોવાનું સામે આવ્યું. કેમ કે બાળકોને સેનેટાઇઝ કરી અને થર્મલ ગનથી તપાસ કરીને જ પ્રવેશ આપવામાં આવતો. પણ કેટલાક વાલી અને વિદ્યાર્થીઓ માસ્ક વગર શાળા સંકુલમાં ફરતે કેમેરામાં ઝડપાયા.

Ahmedabad : શાળાઓમાં કોરોનાના કેસો વધતા સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા tv9નો પ્રયાસ
ટીવી9 રિયાલીટી ચેક

Follow us on

Ahmedabad :  શાળાઓમાં કોરોનાએ પગપેસારો કરતા લોકો અને સરકારની ચિંતા વધી. જે ચિંતા દૂર કરવા અને બાળકોને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે sop ના પાલન સાથેનો પરિપત્ર જાહેર કર્યો. જેનું પાલન થાય છે કે નહીં તે જાણવા આજે ટીવી 9ની ટીમ અલગ અલગ શાળામાં ફરી. જેમાં માસ્ક. હેન્ડ સેનેટાઇઝ અને થર્મલ ગનથી તપાસ કરીને એન્ટ્રી આપતા હોવાનું સામે આવ્યું. જોકે સાથે જ કેટલાક બાળક અને વાલી માસ્ક નહિ પહેરતા હોવાનું પણ સામે આવ્યું. જે ગંભીર બાબત ગણી શકાય.

એક સમયે બીજી લહેર બાદ રાજ્યમા કોરોના કેસ નામે પણ ન હતા. જે કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે. અને તેમાં પણ નિષ્ણાતોને જે ભય હતો બાળકોને કોરોના થવાનો તે સીલસીલો પણ શરૂ થઈ ગયો છે. જેને વાલી, શાળા સંચાલકો અને સરકારની ચિંતા વધારી છે. જે ચિંતા દૂર કરવા સરકારે ફરી એક વાર પરિપત્ર બહાર પાડી શાળાને sop નું પાલન કરવા કડક સૂચન કર્યું છે. ત્યારે આજ બાબતે ટીવી નાઈનની ટિમ પૂર્વ વિસ્તારમાં આવેલ શાળા માંથી બે શાળામાં પહોંચી. જ્યાં ઇસનપુરમાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં નિયમ એટલે કે sop નું પાલન થતા હોવાનું સામે આવ્યું. જે શાળામાં 5 હજાર વિદ્યાર્થી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે.

તો આ તરફ જ્યારે ટીવી નાઈનની ટીમ હાટકેશ્વર વિસ્તારમાં આવેલ સેવનથ ડે સ્કૂલ પર પહોંચી તો ત્યાં sop નું પાલન થતા હોવાનું સામે આવ્યું. કેમ કે બાળકોને સેનેટાઇઝ કરી અને થર્મલ ગનથી તપાસ કરીને જ પ્રવેશ આપવામાં આવતો. પણ કેટલાક વાલી અને વિદ્યાર્થીઓ માસ્ક વગર શાળા સંકુલમાં ફરતે કેમેરામાં ઝડપાયા. જ્યારે આ અંગે શાળાના સભ્ય અને વાલી સાથે ટીવી નાઈનની ટીમે વાત કરી તો તેમાં શાળા તરફથી નિયમનું પાલન થતું હોવાનું જણાવાયું. જ્યારે એક વાલી જેણે માસ્ક જ નહતું પહેર્યું તેને અન્ય ને માસ્ક પહેરવા અપીલ કરી. તો એક વાલીએ લોકોને જાગૃત બનાવવા જણાવ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આમ. કોરોના કેસ આવતા તેને રોકવા માટે નિયમ sop તો બનાવી દેવાય છે. પણ તેનું પાલન માત્ર નહિવત જગ્યા પર થતું હોવાનું સામે આવ્યું. જે એક ચિંતાનો વિષય છે. ત્યારે જરૂરી છે કે સરકાર આ બાબતે કડકાઈ અજમાવે. તેમજ જ્યાં નિયમનું પાલન નથી થતું તેવી શાળાના સંચાલકો અને જે વાલી અને વિદ્યાર્થીઓએ વધુ જાગૃત બની નિયમ પાલન કરવાની જરૂર લાગી રહી છે. જેથી શાળાઓ કોરોનાનું એપી સેન્ટર ન બને.

Next Article