Ahmedabad : જાપાનમાં યોજાનાર એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ માટે ટીમની પસંદગી પ્રક્રિયા, 12 દિવસનો ટ્રેનિંગ-સિલેક્શન કેમ્પ

|

Jul 10, 2021 | 10:00 PM

21મી એશિયન સિનિયર મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપ જાપાનમાં રમાનાર છે. જેને લઈને ભારતીય વોલીબોલ ટીમના ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Ahmedabad :  જાપાનમાં યોજાનાર એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ માટે ટીમની પસંદગી પ્રક્રિયા, 12 દિવસનો ટ્રેનિંગ-સિલેક્શન કેમ્પ
Manoj Kumar got a chance to represent Gujarat

Follow us on

Ahmedabad : કોરોનાકાળ પછી 21મી એશિયન સિનિયર મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપ જાપાનમાં રમાનાર છે. જેને લઈને ભારતીય વોલીબોલ ટીમના ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 8 મી સપ્ટેમ્બરથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે અમદાવાદ ઇન્કમટેક્સ યુનિટમાં ફરજ નિભાવતા મનોજ કુમારને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે.

મનોજ કુમાર ડાબોડી સ્મેશ પ્લેયર છે અને ભારતીય ટીમમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછા ડાબોડી સ્મેશ પ્લેયર્સ છે. જેને લઈને મનોજ કુમારને સ્મેશ પ્લેયર તરીકે ભારતીય ટીમમાં જોડાવવાનો મોકો મળ્યો છે.

8 મી સપ્ટેમ્બર થી 20મી સપ્ટેમ્બર સુધી જાપાનમાં એશિયન સિનિયર મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપ યોજાનાર છે જેમાં વિવિધ એશિયન દેશો ભાગ લેશે. ભારતીય ટીમ પણ આ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની હોવાથી ખેલાડીઓની પસંદગી સમિતિ દ્વારા હોનહાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે. જેના માટે 20 જુલાઈ થી 7 સપ્ટેમ્બર સુધી ભુવનેશ્વરમાં કોચિંગ કેમ્પ યોજાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં નેશનલ કક્ષાએ ઉચ્ચ પર્ફોમન્સ કરનાર ખેલાડીઓની વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવી છે. આવા પસંદગી પામેલ ખેલાડીઓની 12 દિવસની ટ્રેનિંગ તેમજ સિલેક્શન કેમ્પ યોજાશે. જેના અંતમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જે જાપાનમાં રમાનાર ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ ચેમ્પિયનશીપની ટ્રેનીંગ માટે ગુજરાતના ફક્ત 2 ખેલાડીઓની પસંદગી થઈ છે. જે ભુવનેશ્વરમાં ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. મનોજ કુમાર અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગમાં મલ્ટી ટાસ્ક સ્ટાફ તરીકે છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છે. મનોજ કુમાર અગાઉ અનેક વોલીબોલ ટુર્નામેન્ટમાં રમી ચુક્યો છે. અને ડાબોડી સ્મેશ પ્લેયર તરીકે મનોજનું ખૂબ સારું પર્ફોમન્સ હોવાના કારણે સિલેક્શન થયું છે. જે 20 મી જુલાઈએ સિલેક્શન કેમ્પ જોઈન કરશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 1 દાયકાથી રમત ગમત માટે મેદાન તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. જેનાથી નેશનલ કક્ષાના ખેલાડીઓને પૂરતા પ્રમાણમાં વિવિધ રમતો માટેની તૈયારી કરવા માટેની સુવિધાઓ મળી રહે છે. જેને કારણે છેલ્લા 5 વર્ષમાં વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યું છે.

Next Article