Ahmedabad : SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા નવલા નોરતાના રંગ, એરપોર્ટ ખાતે નવરાત્રીનું વિશેષ સુશોભન બન્યું આકર્ષણનું કેન્દ્ર

|

Sep 28, 2022 | 8:20 AM

નવરાત્રી માટે તૈયાર કરવામાં આવેલા લોન્જમાં દાંડિયાને  કલર કરવા, પેઇન્ટિંગમાં પોમ પોમ સજાવીને મૂકવા જેવી વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશથી આવતા જતા પ્રવાસીઓ સહભાગી થઈને ગુજરાતની નવરાત્રિની વિશેષ મજા માણી શકે છે. 

Ahmedabad : SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા નવલા નોરતાના રંગ, એરપોર્ટ ખાતે નવરાત્રીનું વિશેષ સુશોભન બન્યું આકર્ષણનું કેન્દ્ર
એરપોર્ટ ખાતે નવરાત્રી નિમિત્તે કરવામાં આવ્યું વિશેષ સુશોભન

Follow us on

હાલમાં આખું ગુજરાત નવરાત્રીની  (Navratri 2022) રમઝટમાં ગુલતાન છે અને બે વર્ષ બાદ ખેલૈયાઓ નવરાત્રીની મજા લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના  સરદાર વલ્લ્ભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ  (Sardar Vallabhbhai Patel International Airport ) ખાતે નવરાત્રીનું અદભુત સુશોભન કરવામાં આવ્યું છે.  એરપોર્ટ ખાતે સ્પેશ્યિલ લોન્જમાં કલાકારો વિવિધ કલાત્મક પ્રવૃતિ કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની સુંદર ઝાંખી કરી શકે છે અને ખાસ તો ગરબાના પ્રતિક સામા દાંડિયાને  (navratri Dandiya) પણ કલર કરીને તેમજ વિવિધ રીતે ડેકોરેટ કરીને સાથે લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી પ્રવાસ કરતી વખતો ચેક ઇન એરિયામાં લગાડેલા મોટા ડેકોરેશન નવરાત્રીની ઝાંખી કરાવે છે. સાથોસાથ પેસેન્જર ફ્લાઇટ બોર્ડ કરવાની રાહ જોતા  હોય તેવા સમયે નવરાત્રીને લગતી  કલાત્મક પ્રવૃત્તિઓનો આનંદ પણ માણી શકે છે.

 

પ્રવાસીઓ માણી રહ્યા છે વિવધ પ્રવૃતિનો આનંદ

નવરાત્રી માટે તૈયાર કરવામાં આવેલા લોન્જમાં દાંડિયાને  કલર કરવા, પેઇન્ટિંગમાં  પોમ પોમ સજાવીને મૂકવા જેવી વિવિધ  એક્ટિવિટીનું આયોજન  કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશથી આવતા જતા પ્રવાસીઓ સહભાગી થઈને ગુજરાતની નવરાત્રિની વિશેષ મજા માણી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રવાસીઓ માણી રહ્યા છે નવરાત્રીને સંલગ્ન પ્રવૃતિનો આનંદ

ગુજરાતમાં જામી છે નવરાત્રીની રમઝટ

ગુજરાતમાં બે વર્ષ બાદ ખેલૈયાઓ નવરાત્રીને મજાથી માણી રહ્યા છે ત્યારે વિવિધ શક્તિમંદિરોમાં  પણ નવરાત્રીના દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી  મહોત્સવ સૌ પ્રથમ વાર અંબાજી, ચોટીલા, પાવાગઢ, મોઢેરા, ઉમિયા માતાજી મંદિર, બેચરાજી, માતાનો મઢ, ખોડિયાર માતા મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થધામોમાં પણ એકસાથે ઉજવવામાં આવી રહ્યા છે અને માઇભક્તો મોટી સંખ્યામાં અહીં  દર્શન કરીને   નવરાત્રીનો વિશેષ આનંદ લઈ રહ્યા છે તો અમદાવાદમાં પણ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે  આ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ (Vibrant Navratri festival) માં શહેરીજનો  મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને   નવરાત્રીની સાથે સાથે શહેરીજનો માટે   પેવેલિયન, ક્રાફટ બજાર, આનંદ નગરી, બાળ નગરી, ફૂડ સ્ટોલ, રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા, પરંપરાગત વેશભૂષા જેવા અનેરા આકર્ષણો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Published On - 8:20 am, Wed, 28 September 22

Next Article