Ahmedabad : ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે 2 ખાનગી સ્કૂલે હાથ ધર્યો સર્વે

|

Aug 19, 2021 | 7:44 AM

કોરોના ઘટતા હવે રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે. અને ટુંક સમયમાં કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે આખરી ફેંસલો સામે આવી શકે છે. ત્યારે જોવાનું રહે છે કે સરકાર હવે આ સમગ્ર મામલે ક્યારે પોતાનો ફેંસલો સંભળાવે છે.

Ahmedabad : કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ ધોરણ 6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે સક્રિય થઇ છે. આ સ્થિતિમાં અમદાવાદની બે ખાનગી સ્કૂલોએ વાલીઓનો અભિપ્રાય માગ્યો. જેમાં 58 ટકા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની ઇચ્છા દર્શાવી. મહત્વપૂર્ણ છે કે બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે 1 હજાર 850 વાલીઓનો સંપર્ક કર્યો હતો. જે પૈકી 1 હજાર 323 વાલીઓએ પ્રતિભાવ આપ્યા. અને 58 ટકા એટલે કે 778 વાલીઓએ સરકારની મંજૂરી બાદ બાળકોને સ્કૂલે મોકલવાની તત્પરતા દર્શાવી.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં કોરોનાનો કેર ઘટી રહ્યો છે. કેસ ઘટવાની સાથે મૂત્યુઆંક શૂન્ય પર પહોંચ્યો છે. વર્ષ 2021માં મહિના મુજબ કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો,જાન્યુઆરીમાં 17 હજાર 282 કેસ નોંધાયા હતા. જે ઘટીને ફેબ્રુઆરીમાં 8,349 પર કેસ પહોંચ્યા હતા. જોકે સંક્રમણ વધતા માર્ચમાં 35 હજાર 216 કેસ નોંધાયા. જોકે કોરોનાએ પીક પકડી અને એપ્રિલમાં કેસ વધીને 2 લાખ 57 હજાર 669 પર પહોંચ્યા. તો મે માસમાં પણ કેસની સંખ્યા 2 લાખ 27 હજારને પાર પહોંચી. જોકે જુન માસમાં કેસ ઘટીને 12 હજાર 793 થયા. તો જુલાઇ માસમાં કેસની સંખ્યા ઘટીને 1 હજાર 270 થઇ.જ્યારે ચાલુ માસે અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 334 પર પહોંચી છે.

આમ કોરોના ઘટતા હવે રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે. અને ટુંક સમયમાં કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે આખરી ફેંસલો સામે આવી શકે છે. ત્યારે જોવાનું રહે છે કે સરકાર હવે આ સમગ્ર મામલે ક્યારે પોતાનો ફેંસલો સંભળાવે છે.

Next Video