AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખારી કટ કેનાલના વિકાસના બે કામને મંજૂરી આપવામાં આવી

અમદાવાદ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એસ્ટેટ, સેન્ટ્રલ ઓફિસ, નાણાં, વિભાગ તેમજ રોડ એન્ડ બિલ્ડીંગ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ અને સોલીડ વેસ્ટ, રીક્રીએશનલ કલ્ચરલ અને હેરિટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત રૂપિયા 514 કરોડથી વધુના ખર્ચે ખારીક્ટ કેનાલ ડેવલોપમેન્ટના બે પેકજના કામોને મંજુરી આપવામાં આવી છે.

Ahmedabad : કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખારી કટ કેનાલના વિકાસના બે કામને મંજૂરી આપવામાં આવી
Ahmedabad khari Cut CanalImage Credit source: File Image
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 20, 2022 | 6:08 PM
Share

અમદાવાદ(Ahmedabad)  કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની(Standing Committe)  બેઠકમાં એસ્ટેટ, સેન્ટ્રલ ઓફિસ, નાણાં, વિભાગ તેમજ રોડ એન્ડ બિલ્ડીંગ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, હેલ્થ અને સોલીડ વેસ્ટ, રીક્રીએશનલ કલ્ચરલ અને હેરિટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત રૂપિયા 514 કરોડથી વધુના ખર્ચે ખારીક્ટ કેનાલ(Khari Cut Canal)  ડેવલોપમેન્ટના બે પેકજના કામોને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત પબ્લિસિટી ખાતા દ્વારા રજૂ થયેલ કામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 થી 31 ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલ-2022 નું આયોજન કરવા તથા કાર્નિવલ દરમ્યાન કાંકરિયા ખાતે કાંકરિયા પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવાના કામને મંજુરી આપવામાં આવી.

રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી પશ્ચિમ, મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડોમાં જુદા જુદા રસ્તાઓ પર મેન્ડેટરી, કોશનરી તથા ઇન્ફોરમેટીવ પ્રકારના સાઈન બોર્ડ, બોલાર્ડ, ફ્લેક્ષીબલ મીડીયન માર્કર તેમજ જુદા જુદા રસ્તાઓ ઉપર આવેલ જંકશનો ઉપર રેટ્રોરીફ્લેકટીવ પ્રકારના બાઈ લીન્ગુઅલ ડાયરેક્શન સાઈન બોર્ડ લગાવવાના કામ માટે કુલ રૂપિયા 74 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડોમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં જરૂરીયાત મુજબ આર.સી.સી. એપ્રોચ રોડ બનાવવા, ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવા, એલ.ટી.એચ.ટી રૂમ ઉપર વેધર શેડ બનાવવાના તથા અન્ય જરૂરીયાત મુજબનું રીપેરીંગ કામ કરાવવા, ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન કરવાનાં તથા બ્રેક ડાઉન રીપેર કરવાના તથા જુદી જુદી જગ્યાએ મશીનહોલના કાસ્ટ આયર્ન સીટ કવર રીપેરીંગ કરવાના તેમજ ફીક્ષીંગ કરાવવા, ડ્રેનેજ લાઈન મેન્યુઅલી / સી.સી. ટીવી કેમેરાથી ચેક કરી સુપરસકર મશીનથી ડ્રેનેજ લાઇન ડીસીલ્ટીંગ કરાવવા, પાણીની લાઇન અપગ્રેડ કરવાની, ખોદાણ થયેલ ભાગમાં પેવર બ્લોક નાખવા, અખબારનગર અંડરપાસમાં ચોમાસાની સીઝનમાં ભરાતા વરસાદી પાણીને ભુર્ગભના જળ સ્તર ઊંચા આવે એ હેતુથી ભુર્ગભમાં ઉતારવા માટે રીચાર્જ બોરવેલ (પરકોલેટીંગ વેલ) બનાવવા માટે કુલ રૂપિયા 470 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

વધુમાં, ખારીક્ટ કેનાલના ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત પાંચ પેકેજ પૈકી પેકેજ-ર નવયુગ શાળા કેનાલ ક્રોસીંગથી નીધી પાર્ક સોસાયટી સુધી તથા પેકેજ-3 નીધી પાર્ક સોસાયટી થી ઓઢવ ફાયર સ્ટેશન સુધી એમ કુલ-2 પેકેજોમાં પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્ષની કેનાલ અને કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષનું કામ કરવા તથા પેકેજની 50 ટકા જેટલી લંબાઈમાં લીનીયર ગાર્ડન કરવાનું તથા આશરે 50 ટકા લંબાઇમાં પાર્કીંગ કરવાનું આયોજન કરવા સહિતના કામો માટે કુલ રૂપિયા 51400 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ કામમાં મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણની કામગીરી માટે ૧૦૦ નંગ પોર્ટેબલ નેપસેક ફ્રેમ કોલ્ડ ફોગીંગ મશીન ત્રણ વર્ષના કોમ્પ્રેહેન્સીવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સાથે ખરીદ કરવા માટે કુલ રૂા. ૨૬૫ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.

રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ અનેક કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઈઝ કમિટી દ્વારા રજૂ થયેલ 450 એમ.એમ.ડાયાની ડી.આઈ. પાઇપ વીથ રબર રીંગ- 5000 મીટર ખરીદ કરવા માટે કુલ રૂપિયા 416 લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી હતી.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">