Ahmedabad : કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રૂટ ફરી શરૂ

|

Jun 16, 2021 | 2:02 PM

Ahmedabad : કોરોના કેસમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાતા એસ.ટી. નિગમ (Gujarat ST Corporation) દ્વારા બંધ કરાયેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશનું એસ.ટી. બસનું સંચાલન એટલે કે સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

Ahmedabad : કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રૂટ ફરી શરૂ
કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય

Follow us on

Ahmedabad  : કોરોના કાળ અને બીજી લહેરને જોતા રાજ્યમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જે પ્રતિબંધો કોરોના કેસ ઘટતા ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના કેસમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાતા એસ.ટી. નિગમ (Gujarat ST Corporation) દ્વારા બંધ કરાયેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશનું એસ.ટી. બસનું સંચાલન એટલે કે સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

બે મહિના પહેલા બીજી લહેરમાં કોરોના કેસ તમામ રાજ્યમાં પિક પર હોવાથી કેસને કંટ્રોલમાં લાવી શકાય તે માટે ગુજરાત એસ.ટી. નિગમ તેમજ તમામ રાજ્યની એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશનું એસ.ટી. બસ સેવા ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. જે આજે ફરી શરૂ કરાયુ છે.

જેમાં રાજસ્થાનમાં 16, જ્યારે મધ્યપ્રદેશમાં 4 ટ્રીપ શરૂ કરાઇ. તેમજ લોકોની ડિમાન્ડ સાથે ટ્રીપમાં વધારો કરાઈ રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પરમીટ રિન્યુઅલ અને ટેક્ષ પેમેન્ટ કરી ટ્રીપ શરૂ કરવાની પ્રક્રિયા કરી આ ટ્રીપ શરૂ કરાઈ છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મહત્વનું છે કે રાજસ્થાનમાં 236 ટ્રીપ અને મધ્ય પ્રદેશમાં 57 ટ્રીપ ચાલતી હતી. જેમાં હાલ 20 જેટલી ટ્રીપ શરૂ થઈ છે. જેમાં જરૂર જણાય તેમ વધારો પણ કરાશે. તો આ તરફ ગુજરાત રાજ્યમાં એસ.ટી. નિગમમાં 7300 શિડયુલમાંથી હાલ 5071 શિડયુલ ઓપરેટ કરાઈ રહ્યા છે. જ્યારે 20 હજાર ટ્રીપમાંથી 9 લાખ મુસાફરોએ લાભ લીધો.

કોરોના કાળ દરમિયાન કેટલીક ટ્રીપ બંધ રહેતા એસ.ટી. નિગમમાં જે 6 કરોડની આવક થતી હતી તેના બદલે 4.50 કરોડ જેટલી આવક નોંધાઇ છે. આમ નુકશાન સાથે એસ.ટી. બસ સેવા કાર્યરત જોવા મળી. આજથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બસ સેવા શરૂ થતા મુસાફરોને પણ વધુ લાભ મળતો થયો.

Next Article