સોલા સિવિલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં ત્રણ દિવસ બાદ પણ પોલીસને કોઇ નક્કર પગેરું ના મળ્યું

|

Sep 04, 2021 | 5:26 PM

હોસ્પિટલના એક જ સીસીટીવીમાં મહિલા જતી દેખાઈ હતી. તેની બાદ આ મહિલા રોડ સહિત બહારના એક પણ સીસીટીવીમાં દેખાઈ નથી. જેના લીધે પોલીસ હજુ સુધી આ મહિલા અંગેની કોઇ માહિતી મેળવી શકી નથી.

અમદાવાદની સોલા સિવિલમાંથી બાળકી ચોરીનો કેસમાં ત્રણ દિવસ બાદ પણ પોલીસને કોઇ નક્કર પગેરું મળ્યું નથી. તેમજ હાલ
પોલીસ દિશાવિહીન બની છે. જેમાં હોસ્પિટલના એક જ સીસીટીવીમાં મહિલા જતી દેખાઈ હતી. તેની બાદ આ મહિલા રોડ સહિત
બહારના એક પણ સીસીટીવીમાં દેખાઈ નથી. જેના લીધે પોલીસ હજુ સુધી આ મહિલા અંગેની કોઇ માહિતી મેળવી શકી નથી.

જ્યારે પોલીસે તપાસના નામે બાળકીના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરી છે. તેમજ બાળકીના અપહરણ બાદ
મહિલા હોસ્પિટલમાં નહી દેખાઈ હોવાની વિગતો આવી સામે છે. જો કે પોલીસની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનારી મહિલા ક્યારે પકડાય અને ક્યારે બાળકી મળી આવે તેની પરિવારજનો રાહ જોઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસની નવજાત બાળકીનું સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે PNC વોર્ડ માંથી અપહરણ કરી અજાણી વ્યક્તિ ફરાર થઇ ગઈ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળકીને શોધવા માટે પોલીસે સોલા સિવિલ હોસ્પિટલમાં કાફલો મોકલી સીસીટીવી ફૂટેજ સહિત તમામ જગ્યાએ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

જે દરમિયાન પોલીસ તપાસમાં હોસ્પિટલના કેટલાક સીસીટીવી કેમેરા બંધ હોવાનું પણ સામે આવ્યું છે..જેમાં લગભગ પાંચ વર્ષથી સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન છે.

એક દિવસની બાળકીના અપહરણ બાબતે તેનો પરિવાર પણ શંકાના ઘેરામાં છે.મૂળ અમેઠીના પરિવારમાં માતા સરસ્વતી પાસીએ અગાઉ બે બાળકીને જન્મ આપેલો છે અને સોલા સિવિલમાં માતાએ ત્રીજી બાળકીને જન્મ આપ્યો છે. જેથી પારિવારિક કારણોના લીધે બાળકીને ગુમ કરવામાં આવી હોય તેવી પણ શંકા છે.

આ પણ વાંચો : RAJKOT : નકલી દવાના કેસમાં 7 ધોરણ સુધી ભણેલા બોગસ ડોકટર અને પત્ની સહીત 3 સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો :  Surat : દેશમાં કોરોના સામે લાંબી લડાઈ લડનારી મહિલા, પાંચ મહિનાની લાંબી સારવાર બાદ કોરોનાને માત

Published On - 5:18 pm, Sat, 4 September 21

Next Video