Ahmedabad: નશાનું નવું સરનામું બનતી ‘કફસિરપ’, પોલીસે કફસિરપની હેરફેર કરતા 2ને ઝડપ્યા

|

May 19, 2022 | 5:53 PM

અમદાવાદમાં SOG દ્વારા ગેરકાયદે કફ સિરપનું (Cough syrup)વેચાણ કરતા બેની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ અને ડ્રગ્સ (Drugs)બાદ હવે નશો કરવા માટે આ પ્દરકારની સિરપનો ઉપયોગ વધ્યો છે.

Ahmedabad: નશાનું નવું સરનામું બનતી કફસિરપ, પોલીસે કફસિરપની હેરફેર કરતા 2ને ઝડપ્યા
SOG team with accused

Follow us on

અમદાવાદમાં SOG દ્વારા ગેરકાયદે કફ સિરપનું (Cough syrup) વેચાણ કરતા બેની ધરપકડ કરવામાં આવી હતી. દારૂ અને ડ્રગ્સ (Drugs) બાદ હવે નશો કરવા માટે એવી દવાઓનું સેવન કરવામાં આવે છે, જેમાં નશાનું પ્રમાણ વધારે હોય ત્યારે પોલીસે 2 આરોપીઓને દાણીલીમડા વિસ્તારમાંથી 477 નંગ કફ સિરપની બોટલો સાથે ઝડપ્યા હતા. સાથે જ ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી.

SOG પોલીસે જણાવ્યું હતું કે બે આરોપી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી છે. જે જેમની પૂછપરછ કરતા વિગતો સામે આવી હતી કે આ કફ સિરપનો જથ્થો તેમને વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુર વિસ્તારમાંથી મેળવ્યો હતો અને આ જથ્થો વટવા ચાર માળિયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરીને પહોંચાડવાનો હતો, જોકે પોલીસે મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી હતી. જેમાં બંને આરોપીઓ વટવા પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ રિક્ષાચાલક છે અને કોડીઈન સિરપના બંધાણી છે. તેમને હેરાફેરીના એક ફેરાના 4000 રૂપિયા મળતા હોવાથી તેઓ આ હેરાફેરી કરી નશાની લત માટે પૈસા મેળવતા હતા. આ આરોપીઓ અગાઉ પણ કફ સિરપની હેરફેર કરી ચૂક્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ પોલીસે દાણીલિમડા વિસ્તારમાંથી જ કફ સિરપના જથ્થા સાથે રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વિસ્તારમાં રિક્ષા ચાલક તેમજ છૂટક મજૂરી કરતા મજૂરો નશા માટે સસ્તી કફ સિરપનો ઉપયોગ કરે છે, ત્યારે આ લોકો જ્યાંથી ગેરકાયદે કફ સિરપ મેળવે છે તે કંપનીઓ વિરૂદ્ધ પણ કાયદકીય પગલાં લેવામાં આવશે.  સાથે જ આ પ્રકારે કેટલા રિક્ષા ચાલકો તેમજ છૂટક મજૂરી કરતા મજૂરો નશો કરેછે કે નહીં અને નશો કરે છે તો તેઓ કફ સિરપ કે અન્ય નશો કરવાની વસ્તુ ક્યાંથી મેળવે છે તેે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપીઓ પાસેથી મેળવી માહિતીને આધારે SOG ટીમ દ્વાર ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Next Article