અમદાવાદઃ ડાન્સર યુવતી ડ્ર્ગ્સ સાથે ઝડપાઈ, બોયફ્રેન્ડ દારુ સાથે પકડાયો

અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર ટાઉનશીપમાંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી હતી. યુવતીનો બોયફ્રેન્ડ પણ દારુ સાથે ઝડપાયો હતો.

અમદાવાદઃ ડાન્સર યુવતી ડ્ર્ગ્સ સાથે ઝડપાઈ, બોયફ્રેન્ડ દારુ સાથે પકડાયો
યુવતીની ધરપકડ
| Edited By: | Updated on: May 15, 2024 | 5:09 PM

અમદાવાદ સહિત ગુજરાતભર માં ડ્રગ્સ નું પ્રમાણ વધી રહ્યું છે. જોકે ડ્રગ્સની બદીને ડામવા પોલીસ પણ એટલી જ સક્રિય છે. અમદાવાદ એસ.ઓ.જી પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતીની ધરપકડ કરી છે. યુવતીના મિત્ર પાસેથી પોલીસને દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર ટાઉનશીપમાંથી મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી હતી. યુવતીનો બોયફ્રેન્ડ પણ દારુ સાથે ઝડપાયો હતો. આમ એસઓજીની ટીમે બંનેને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે.

યુવક અને યુવતી ઝડપાયા

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવતી પકડાઈ છે અમદાવાદ એસ.ઓ.જી પોલીસ દ્વારા નરોડા વિસ્તારના હંસપુરામાં આવેલી શંખેશ્વર ટાઉનશીપ માંથી જ્યોતિબાલા પ્રજાપતિ નામની યુવતીને 8 ગ્રામ થી વધુની 83,000 ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે. તેમજ યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા ડ્રગસ સાથે પકડાયેલી યુવતી જ્યોતિબાલા પ્રજાપતિની પૂછપરછમાં સામા આવ્યું છે કે તે એક ઓરકેસ્ટ્રા પાર્ટીમાં કામ કરે છે. યુવતી અલગ અલગ પ્રસંગોમાં ઓરકેસ્ટ્રા રાખવામાં આવે છે, ત્યારે તે માટે ડાન્સરની ભૂમિકા ભજવતી હોય છે. જેથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર તેને જવા આવવાનું થતું હોય છે. આ ઉપરાંત યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલ કે જેને પોલીસે દારૂ સાથે ધરપકડ કરી છે તે અગાઉ પણ દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. આમ પોલીસે બંનેને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

હાલ તો પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લઈ આવી હતી તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ યુવતી પોતે ડ્રગ્સની આદતી હતી કે કેમ અથવા તો તે ડ્રગ્સને વેચતી હતી કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:53 pm, Wed, 15 May 24