Ahmedabad: કુબેરનગર વોર્ડની ફેરમતગણતરીમાં સાત રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસના ઉમેદવાર મોહનાણી આગળ

|

May 07, 2022 | 11:25 AM

સાતમા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણીને 14367 મત મળ્યા છે. જ્યારે ગીતાબા ચાવડાને 11943 મત મળ્યા છે. આમ 2424 મતથી જગદીશ મોહનાણી આગળ ચાલી રહ્યા છે.

Ahmedabad: કુબેરનગર વોર્ડની ફેરમતગણતરીમાં સાત રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસના ઉમેદવાર મોહનાણી આગળ
Kubernagar ward recount

Follow us on

અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC)2021માં યોજાયેલી ચૂંટણીમાં (Election)  23 ફેબ્રુઆરી થયેલી મતગણતરીમાં (Recounting) કુબેરનગર વોર્ડમાં (Kubernagar)વિજેતા ઉમેદવાર અંગેની વિસંગતા ઉભી થયી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ શનિવારે એટલે કે આજે આ વોર્ડની પુન: મતગણતરી શરૂ કરવામાં આવી છે . મતગણતરીને લઈને શુક્રવારે સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ એલ ડી કોલેજ લઈ જવાયા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે ઇવીએમ લઈ જવાયા. જેથી ફરી કોઈ વિવાદ ઉભો ન થાય. આજે સવારથી કાઉન્ટિંગ ચાલી રહ્યું છે જેમાં જગદિશ મોહનાણી સતત આગળ ચાલી રહ્યા છે. સાતમા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણીને 14367 મત મળ્યા છે. જ્યારે ગીતાબા ચાવડાને 11943 મત મળ્યા છે. આમ 2424 મતથી જગદીશ મોહનાણી આગળ ચાલી રહ્યા છે.

છઠ્ઠા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણીને 13353 મત મળ્યા છે. જ્યારે ગીતાબા ચાવડાને 9875 મત મળ્યા છે. આમ 3478 મતથી જગદીશ મોહનાણી આગળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડથી જ જગદિશભાઈ આગળ ચાલી રહ્યા છે. પાંચમા રાઉન્ડના અંતે જગદીશ મોહનાણીના 11382 મત હતા જ્યારે ગીતાબા ચાવડાને 8126 મત મળ્યા હતા. આમ જગદિશભાઈ 3256 મતથી આગળ ચાલી રહ્યા હતા.

વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા ભાજપ પાસે આવી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું. જેને લઈ જગદીશભાઈ હાઇકોર્ટમાં ગયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કે ત્યાં અરજી ફગાવતા ઉમેદવાર જગદીશ મોહનાણી સુપ્રીમ કોર્ટ ગયા જ્યાં સુપ્રીમ કોર્ટ દવારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ આજે એલ ડી એન્જીનીયરીંગ ખાતે પુનઃ મતગણતરી ફરીથી કરવા આદેશ આપ્યો હતો. જે મતગણતરીને લઈને અરજદાર જગદીશ મોહનાણીએ ન્યાય તંત્રની પ્રક્રિયા પર વિશ્વાસ મૂકી જે પરિણામ આવે તેને સ્વીકારવા જણાવ્યું હતું.

Next Article