VIDEO: અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ, પાલડી બ્રિજ ખાતે પહોંચી જેટી

|

Sep 13, 2020 | 11:34 AM

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પાલડી રિવરફ્રન્ટ ખાતે મુંબઈથી 6 જેટી આવી પહોંચી છે. જેટી 36 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી છે. જેટીને નદીમાં ઉતારવાની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ક્રેઈનની મદદથી જેટીને સાબરમતી નદીમાં ફ્લોટિંગ કરાશે. પાલડી બ્રિજ ખાતે નદીમાં જેટીને ઉતાર્યા બાદ બોટ […]

VIDEO: અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ, પાલડી બ્રિજ ખાતે પહોંચી જેટી

Follow us on

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પાલડી રિવરફ્રન્ટ ખાતે મુંબઈથી 6 જેટી આવી પહોંચી છે. જેટી 36 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી છે. જેટીને નદીમાં ઉતારવાની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ક્રેઈનની મદદથી જેટીને સાબરમતી નદીમાં ફ્લોટિંગ કરાશે. પાલડી બ્રિજ ખાતે નદીમાં જેટીને ઉતાર્યા બાદ બોટ મારફતે જેટીને ખેંચીને અંજલી બ્રિજ પાસે લઈ જવામાં આવશે. આ કામ માટે ફાયરબ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવશે. આ સમયે જેટી કંપનીના કર્મચારીઓ પણ હાજર રહેશે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સાબરમતીથી કેવડિયા સી-પ્લેનથી જાય એ માટે તૈયારીઓ પુરજોશમાં થઈ રહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article