અમદાવાદના સરસપુરના સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રસ્ત, તંત્ર પર લગાવ્યો બેદરકારીનો આક્ષેપ

અમદાવાદના સરસપુરના સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રસ્ત, તંત્ર પર લગાવ્યો બેદરકારીનો આક્ષેપ

| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:09 PM

સરસપુરના સ્થાનિકોની માગણી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો હજુ તંત્ર આંખ આડા કાન કરશે તો તોઓ ગાંધીચીધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે

અમદાવાદમાં(Ahmedabad)સરસપુરમાં(Saraspur)સ્થાનિકો ગટરની સમસ્યાથી (Sewage )પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે તેઓ છેલ્લા 15 દિવસથી ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગટરનું પાણી તેમના ઘરના આંગણા સુધી પહોંચી રહ્યું છે. આ અંગે અનેકવાર તંત્રને પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.

ગટરની દુર્ગંધના લીધે બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. સ્થાનિકોની માગણી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો હજુ તંત્ર આંખ આડા કાન કરશે તો તોઓ ગાંધીચીધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાફ સફાઇ અને ગટરના મેઇનટેનન્સની દેખરેખ અને કામગીરી કરવામાં આવતી હોય છે. તેમજ આ અંગે મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઇસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવે છે . તેમજ તેની દેખરેખ માટે વોર્ડ વાઇસ એન્જિનિયર અને હેલ્થ વિભાગના સંકલન દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે.

જો કે સરસપુરના કિસ્સામાં જોવા જઇએ તો કોર્પોરેશન તંત્રની લાપરવાહી સામે આવી છે. તેમજ લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતા છતાં તેની કોઇ દરકાર તંત્ર દ્વારા લેવામાં આવતી ન હોવાની લોકોને હાલ તો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી કોર્પોરેશન તંત્ર આ અંગે ઝડપથી કામગીરી કરીને સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે.

આ  પણ વાંચો :  રાજકોટના ધોરાજીમાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, આ છે કારણ

આ  પણ વાંચો : ગુજરાતમાં 55 દિવસમાં રૂપિયા 245 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આપ્યું આ નિવેદન

Published on: Nov 10, 2021 06:05 PM