
વટવા પોલીસની ગિરફતમાં રહેલી મહિલાઓ અફસાનાબાનું શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીનાબાનુ શેખ છે. આ ત્રણેય મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. જેણે એક સગીરને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વેપાર ધકેલી દીધી છે.
ઘટનાની વાત કરીએ તો 10 ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સગીરાની માતાને વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસમાં વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ ઝડપી પાડ્યું. આ રેકેટમાં અફસાના બાનું દાણીલીમડાથી, સિરીનાબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. આરોપી સગીરાને મોડલ અને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવી અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. વટવા પોલીસે સગીરાને આરોપી મહિલા ઝરીના ઘરેથી સલામત છોડાવી ત્રણેય મહિલા આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય મહિલાઓ સગીર પાસે છેલ્લા 3 મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર અફસાના બાનુએ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમા સિરિયલ લાઈનમા લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા. આ દરમિયાન કોરેક્સ સીરપ પીવડાવી નશામાં રાખતા હતા. આ સગીરા મહિલા આરોપીથી કંટાળીને 22 જુલાઈના રોજ પોતાના વતન નાસી ગઈ હતી, ત્યારે મહિલા આરોપીએ સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરત બોલાવી હતી. સગીરા 8 ઓગસ્ટના રોજ પોતાના ઘરે અમદાવાદ આવી હતી અને 10 ઓગસ્ટનાં રોજ ફરીથી ઘરે નીકળી ગઇ હતી, ત્યારબાદ ફરિયાદ નોંધાતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે પકડાયેલ મહિલા આરોપી દેહ વેપારમાં છેલ્લા ઘણા સમયથી સંકળાયેલી છે.
મહત્વ નું છે કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ મહિલા આરોપીઓ અન્ય યુવતીઓ અને સગીરાને અલગ અલગ લાલચ આપી દેહ વ્યાપારનાં ધંધામાં ધકેલી રહી છે અથવા તો તેને વેચી દેવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે કે કેમ. આ ઉપરાંત પોલીસ મહિલાઓના મોબાઈલ નંબર અને તેમની સાથે સંડોવાયેલા લોકોને પૂછપરછ શરૂ કરી છે. જેથી મહિલા આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહ્યા છે, ત્યારે મુખ્ય આરોપી અફસાના બાનુ બે વખત કોર્પોરેટર તરીકે અપક્ષમાંથી ચૂંટણી લડી ચૂકી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Published On - 7:20 pm, Thu, 12 September 24