Ahmedabad: ગ્રામ્ય LCBનો સપાટો, વિરમગામમાં 30 લાખનો દારૂ ભરેલી ટ્રક અને 10 ફોરવ્હીલ જપ્ત
અમદાવાદ ક્રાઈમબ્રાચને બાતમી મળી હતી કે ભાવડા ગામની સીમમાં મોટા પાયે દારૂનુ કટીંગ થઈ રહ્યું છે. જેનાં આધારે LCB એ રાતનાં સમયે દરોડા પાડ્યા હતા. જેમાં આ ત્રણેય આરોપીઓને 30.22 લાખની કિંમતનાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 648 પેટીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદ (Ahmedabad) ના અસલાલીમાં દારૂનાં ઝડપાયેલા ગોડાઉન બાદ હવે ગ્રામ્ય વિસ્તારનાં વિરમગામ (Viramgam) રૂરલ પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાંથી મોટા પાયે દારૂનુ કટીંગ ઝડપાયું છે. ગ્રામ્ય LCB એ દરોડા પાડી એક ટ્રક સહિત 11 વાહનો મળીને કુલ 67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોની ધરપકડ કરી છે. કોણ છે આ નશાનાં સોદાગરો અને કઈ રીતે ચાલતી દારૂની રેલમછેલ જોઈએ અહેવાલમાં. અમદાવાદ ગ્રામ્ય LCBએ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં મોસીમ મેવ, ધવલ ચૈૌહાણ અને મુકેશ માળીને સમાવેશ થાય છે. અમદાવાદ ક્રાઈમબ્રાચને બાતમી મળી હતી કે ભાવડા ગામની સીમમાં મોટા પાયે દારૂનુ કટીંગ થઈ રહ્યું છે. જેનાં આધારે LCB એ રાતનાં સમયે દરોડા પાડ્યા હતા. જેમાં આ ત્રણેય આરોપીઓને 30.22 લાખની કિંમતનાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 648 પેટીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
LCB નાં દરોડા દરમિયાન દારૂ ભરેલા એક ટ્રક સહિત 10 ફોર વ્હીલ ગાડીઓ પણ મળી આવતા કબ્જે કરાઈ હતી. ટ્રકમાંથી દારૂનો જથ્થો અલગ અલગ ગાડીઓમાં ભરીને અલગ અલગ જગ્યાઓ પર પહોંચાડવાનો હોવાનું ખુલ્યું હતું. 14 હજાર 812 દારૂની બોટલો સહિત કુલ 67 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેવામાં આરોપીઓને ઝડપી પુછપરછ કરતા અન્ય આરોપીઓનાં પણ નામ સામે આવ્યા હતા.
આ ગુનામાં દારૂ સપ્લાય કરનાર હરિયાણાનાં વીકી તેમજ મુનિમ તરીકે કામ કરનાર ગોપાલસિંહ સોલંકીની સાથે બનાસકાંઠાનાં નરેશ ગોસ્વામી અને દશરથ ઉર્ફે ડી.કે સહિત દારૂ ભરવા આવેલા તમામ કારનાં ડ્રાઈવરો અને મજૂરો સહિત 15 લોકોને વોન્ટેડ જાહેર કરી ક્રાઈમબ્રાંચે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈ કાલે અમદાવાદના અસલાલીમાં પણ 30 લાખનો દારૂ પકકડાયો હતો
પોલીસે ગઈ કાલે અમદાવાદના અસલાલી વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન દારૂની ગેરકાયદે હેરાફેરી માટે 13 હજારમાં રૂપિયામાં ભાડે રાખેલા ગોડાઉનને ઝડપી પાડયું હતું. આ ગોડાઉનને એક મહિના પહેલા જ બ્રોકર દ્વારા માલિક પાસેથી ભાડે રાખી દારૂનો ગેરકાયદે લાખો રૂપિયાનો જથ્થો છુપાવી રાખ્યો હતો જેને પોલીસે કબજે લીધો હતો. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદના અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં રાખેલો વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો પોલીસે પકડી પાડયો હતો. ગેરકાયદે પ્રવૃતિ પકડવા પોલીસે ગોડાઉન ચેકિંગની ડ્રાઇવ શરૂ કરી હતી .પોલીસે એક ગોડાઉનમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો છે અને પોલીસે ગોડાઉન માલિક અને દલાલની ધરપકડ કરી છે અને 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.