Ahmedabad: આરટીઓના હેડ કલાર્કે કરોડો રૂપિયાની કરી ઉચાપત, એક વર્ષથી સરકારની પૈસા ઘરભેગા કરતો હતો

|

May 16, 2022 | 2:30 PM

આરોપી પાસેથી હજી 89 લાખ જેટલી સરકારી રકમ રિકવર કરવાની બાકી છે માટે આરોપીની ધરપકડ બાદ આ નાણાં ક્યાં વાપર્યા તે બાબતે પોલીસ તપાસ કરશે.

Ahmedabad: આરટીઓના હેડ કલાર્કે કરોડો રૂપિયાની કરી ઉચાપત,  એક વર્ષથી સરકારની પૈસા ઘરભેગા કરતો હતો
Ahmedabad RTO head clerk

Follow us on

અમદાવાદ (Ahmedabad) આરટીઓ (RTO) ના હેડ કલાર્ક (head clerk)  દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આરટીઓમાં હિસાબોનું ઓડિટ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે (Police) ફરિયાદના આધારે હેડ ક્લાર્કની ધરપકડ કરી છે. ઓડિટમાં આ સમગ્ર મામલો સામે આવતા હેડ ક્લાર્ક પાસે ઉચાપત કરાયેલા પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. જોકે અમુક રકમ હેડ ક્લાર્ક નહિ આપી શકતા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

વસ્ત્રાલ ખાતે આવેલી અમદાવાદ પૂર્વ આરટીઓના હેડ ક્લાર્ક પ્રજાપતિએ આરટીઓમાં થતી રોકડની આવક પોતાના ખિસ્સામાં જમાં કરવા એવું ભેજું લગાડ્યું કે કોઈને પણ તેની ખબર સુદ્ધાં પણ પદી નહિ. હેડ ક્લાર્ક પ્રજાપતિએ 1 એપ્રિલ 2021 થી શરૂ કરી 5 ફેબ્રુઆરી 2022 સુધીમાં 1 કરોડ 83 લાખથી વધુની ઉચાપત કરી હતી. જોકે ઓડિટ સમયે આ હકીકત સામે આવતા તેની પાસેથી ટુકડે ટુકડે 94 લાખથી વધુની રકમ ભરપાઈ કરવામાં આવી હતી. તેમ છતાં 89 લાખ રૂપિયા જેટલી રકમ ન ભરતા આખરે હેડ કલાર્ક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મહત્વનું છે કે ફરિયાદ થાય તે પહેલા જ આરોપી ફરાર થઇ ગયો હતો જોકે હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હવે તેના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

આરોપી હેડ કેશિયર એમ.એન પ્રજાપતિની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, આરોપી એક દિવસમાં આરટીઓની કુલ 35 થી 40 જેટલી ટેક્સની રસીદ બનાવતા હતા પરંતુ સરકારી ચોપડે માત્ર 20 રસીદ બતાવી અન્ય રૂપિયા પોતાના ખિસ્સામાં ભરતા હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ તપાસ કરતા ઓડિટ સમયે આવા 28 જેટલા રિપોર્ટ સામે આવ્યા હતા. જેમાં આરટીઓ ટેક્ષની ઓછી આવક સરકારી ચોપડે બતાવી ઉચાપત કરવામાં આવી હતી જેથી પોલીસે હેડ કેશિયર વિરુદ્ધ ગુનો નોંધી સરકારી નાણાંની ઉચાપત કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મહત્વનું છે કે એક વર્ષ કરતા લાંબા સમયથી આ ઉચાપત કરવામાં આવતી હતી પરંતુ સમયસર ઓડિટ અને તપાસ ન થતા આરોપીને લાંબો સમય મળ્યો અને ઉચાપતની રકમ પણ વધી ગઈ. જોકે હજી 89 લાખ જેટલી સરકારી રકમ રિકવર કરવાની બાકી છે માટે આરોપીની ધરપકડ બાદ આ નાણાં ક્યાં વાપર્યા તે બાબતે પોલીસ તપાસ કરવામાં આવશે.

Next Article