Ahmedabad: જ્વેલર્સના કર્મચારીઓ સાથે લાખોની લૂંટ, પોલીસે ગણતરીની મિનિટોમાં બંને બાઇક સવારોને ઝડપી લીધા

|

Sep 21, 2022 | 3:51 PM

અમદાવાદના (Ahmedabad) સોલા વિસ્તારમાં જ્વેલર્સના શો રુમમાંથી નીકળેલા બે સેલ્સમેનને રોકી બાઇક સવાર બે વ્યક્તિઓએ લૂંટ (Robbery) ચલાવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં લૂંટારાની ધરપકડ કરી છે.

Ahmedabad: જ્વેલર્સના કર્મચારીઓ સાથે લાખોની લૂંટ, પોલીસે ગણતરીની મિનિટોમાં બંને બાઇક સવારોને ઝડપી લીધા
જ્વેલર્સના કર્મચારીઓ સાથે લાખોની લૂંટ

Follow us on

અમદાવાદ (Ahmedabad) દિવસે દિવસે જાણે ક્રાઇમ સિટી બનતુ જઇ રહ્યુ છે. અમદાવાદમાં વધુ એક લૂંટની ઘટના બની છે. અમદાવાદના સોલા વિસ્તારમાં જ્વેલર્સના શો રુમમાંથી નીકળેલા બે સેલ્સમેનને રોકી બાઇક સવાર બે વ્યક્તિઓએ લૂંટ (Robbery) ચલાવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં લૂંટારાની ધરપકડ કરી છે. લૂંટારાઓ રફુચક્કર થાય તે પહેલા જ એલિસબ્રિજ વિસ્તારમાંથી પોલીસે તેમને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

સોલા વિસ્તારમાં લૂંટને અંજામ આપીને આરોપીઓ ફરાર

અમદાવાદમાં સીજી રોડ ઉપર આવેલા વિશ્વા ગોલ્ડ નામની સોના ચાંદીના દાગીનાના શોરૂમમાંથી દાગીના લઈને બે કર્મચારી નીકળ્યા હતા. કલ્પેશ કંસારા અને વિમલ પટેલ નામના કર્મચારીઓ સોલા વિસ્તારમાં વંદેમાતરમ નજીક અન્ય વેપારીને દાગીના બતાવવા માટે નીકળ્યા હતા. ચાંદલોડિયા વિસ્તારમાં આ બંને કર્મચારી ગલ્લા ઉપર ઉભા રહ્યા તે સમયે જ બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો. અમદાવાદના છારાનગર વિસ્તારના રહેવાસી એવો આરોપી સંદીપ ગાંગલે સોલા વિસ્તારમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ રહ્યો હતો, તે સમયે જ તેની એલિસબ્રિજ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

12 લાખ 33 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના કરાયા રિકવર

પાન પાર્લર ઉપર ઉભેલા સેલ્સમેનને ધક્કો મારી નીચે પાડીને બે બાઈક સવારો 12 લાખ 33 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જોકે ફરિયાદીએ તરત જ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા પોલીસે અલગ અલગ જગ્યા ઉપર નાકાબંધી ગોઠવી હતી અને એલિસબ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ જણાતા બાઈક ચાલકને રોકી લીધા હતા. વધુ તપાસ કરતા તેણે જ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સંદીપ ગાંગડે નામના એક આરોપીની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીને સોલા પોલીસને સોંપતા સોલા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લૂંટની ઘટનામાં પકડાયેલા આરોપીની સાથે વિજય છારા નામનો એક આરોપી સામેલ હોય તેને પકડી પાડવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. મહત્વનું છે કે આ ગુનામાં પકડાયેલો આરોપી સંદીપ ગાંગલે અગાઉ પણ નવરંગપુરામાં લૂંટ જેવા ગંભીર ગુનામાં સામેલ હોય આરોપીનો ગુનાહિત ઇતિહાસ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Next Article