AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : 22 થી 24 ઓગસ્ટ સુધી સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટનો આ ભાગ બંધ રહેશે

AHMEDABAD : 22 થી 24 ઓગસ્ટ સુધી સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટનો આ ભાગ બંધ રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 1:42 PM
Share

75માં સ્વતંત્રતા દિન અંતર્ગત બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે.

AHMEDABAD : રિવરફ્રન્ટ રોડ આજ 22 ઓગષ્ટથી ચાર દિવસ સાંજે વાહનો માટે બંધ રહેશે.75માં સ્વતંત્રતા દિન અંતર્ગત બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. જેથી 22 થી 24 ઓગસ્ટ સુધી સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર બ્રિજ નીચેના રિવરફ્રન્ટ રોડ સુધી બંધ રહેશે. વાહનચાલકોએ રિવર ફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી, એનઆઈડી સર્કલ અને ત્યાથી પાલડી ચાર રસ્તાની ડાબી બાજુ વળી અંજલી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રિવરફ્રન્ટ રોડ બંધ કરાતા આશ્રમ રોડ પર 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે વધુ એક વાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય શકે છે.

g clip-path="url(#clip0_868_265)">