Ahmedabad : મહંત દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું

|

Jul 12, 2021 | 1:45 PM

ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું હતું.

Ahmedabad : મહંત દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું
Rath Yatra 2021 - Ahmedabad

Follow us on

અમદાવાદ શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. અમદાવાદ (Ahmedabad) માં ભગવાનની 144 મી રથયાત્રા (Rathyatra) ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી છે. મંદિરના મહંત દિલીપદાસજી (Mahant Dilipdasji ) પ્રસાદ તરીકે માસ્ક (Mask) નું વિતરણ કરતા જોવા મળ્યા હતા.

રથયાત્રા (Rathyatra) એટલે તો એવો પર્વ કે જેની આખા વર્ષ દરમિયાન ભક્તો આતુરતાથી રાહ જોતા હોય. રથયાત્રા એટલે તો લોકોત્સવ. રથયાત્રા એટલે તો લોકો દ્વારા ઉજવાતો ઉત્સવ. સંપૂર્ણ વર્ષ દરમિયાન ભક્તો કહેતા હોય છે કે ક્યારે આવે અષાઢી બીજ અને ક્યારે જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે.

રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક (Mask) પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથને પણ માસ્ક પહેરાવવામાં આવ્યું હતું જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દિલીપદાસજી (Mahant Dilipdasji ) પ્રસાદ તરીકે માસ્ક (Mask) નું વિતરણ કર્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ વખતની રથયાત્રા (Rathyatra) માં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી. જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્ક (Mask) નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ જ રથયાત્રા (Rathyatra) યોજવી અને 23 હજાર પોલીસ (Police) કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.

જગન્નાથ મંદિરનાં મહંત દિલીપ દાસજી મહારાજે લોકોને ઘરે રહીને જ દર્શન કરવા અપીલ કરી હતી. તેમણે કોરોના (Corona) ને લઈ ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

આમ તો, અમદાવાદ (Ahmedabad) ના જગદીશ મંદિરમાં માલપુઆ એટલે કે કાળી રોટલીનો પ્રસાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન મળે. પણ રથયાત્રા (Rathyatra) ના દિવસે તો મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ મળે. પરંતુ આ વર્ષે રથયાત્રા દરમિયાન મહંત દિલીપદાસજી (Mahant Dilipdasji) એ માસ્ક (Mask) નો પ્રસાદ આપ્યો હતો.

અમદાવાદમાં ભગવાનની 144 મી રથયાત્રા (144 Rathyatra) ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. 3 કલાક 40 મિનિટમાં જ રથયાત્રા પૂર્ણ થઇ હતી.

 

આ પણ વાંચો : Bhavnagar : જય જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી

Next Article