AHMEDABADમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો

|

Sep 20, 2021 | 5:33 PM

Ahmedabad Rains: એસ.જી. હાઇવે, બોપલ, સોલા, પ્રહલાદનગર, થલતેજમાં વરસાદી માહોલ જામ્યો છે, તો ઘાટલોડિયા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, ગોતા, નારાયણપુરામાં પણ વરસાદ પડ્યો છે.

AHMEDABAD : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એસ.જી. હાઇવે, બોપલ, સોલા, પ્રહલાદનગર, થલતેજમાં વરસાદી માહોલ જામ્યો છે, તો ઘાટલોડિયા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, ગોતા, નારાયણપુરામાં પણ વરસાદ પડ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ થવાની શકયતા છે. આ સાથે જ હવામાન વિભાગે બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.

રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ગઈકાલે 19 સપ્ટેમ્બરે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

આ પણ વાંચો : છોટાઉદેપુરમાં સાર્વત્રિક મેઘ મહેર, અઢી ઇંચ વરસાદ પડતા જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદી બે કાંઠે

Next Video