Ahmedabad : વિરમગામ શહેર અને ગ્રામ્ય સહીતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો

|

Sep 19, 2021 | 10:20 PM

વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો, તો જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

Ahmedabad : વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વિરમગામના ડુમાણા, ભોજવા, ધાકડી, હાંસલપુર, સોકલીમાં વરસાદ પડ્યો, તો જુનાપાઘર, નીલકી સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી…તો વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી જમાવટ જોવા મળી.તો સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ વરસાદ વરસ્યો.

આજે 19 સપ્ટેમ્બરે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા, વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ, તો દાહોદના ઝાલોદ, સંજોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો.આ તરફ અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો…તો રાજકોટમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદને પગલે પાણી ભરાયા.જ્યારે વડોદરામાં પણ મેઘરાજાએ જમાવટ બોલાવી.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો : મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

Next Video