
અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ(Drugs)ઝડપાયું છે.સરખેજ પોલીસે (Sarkhej)ચોક્કસ હકીકત આધારે એક પેડલરને 31 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે જુહાપુરાથી પકડી પાડ્યો છે.જોકે પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો નશો કરવાની સાથે ડ્રગ્સની નાની પડીકીઓ બનાવી વેચતો હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં ડ્રગ્સ પેડલર મુખત્યારહુસેન ધોરી એમડી ડ્રગ્સની છૂટક વેચાણ કરતો પકડાયો છે. આ આરોપી મુખત્યારહુસેન જુહાપુરનો રહેવાસી છે અને ડ્રગ્સનો નશો કરવાનો બંધાણી છે સાથે જ એક-એક ગ્રામની ડ્રગ્સની પડીકીઓ બનાવી ડ્રગ્સ નશો કરનાર છૂટક વેચે છે..સરખેજ પોલીસને મોડી રાત્રે બાતમી મળી હતી કે ડ્રગ્સનો જથ્થો લઈ એક શખ્સ ટુ-વ્હિલરમાં હેરાફેરી કરી છૂટક ડ્રગ્સ વેચી રહ્યો છે જેના આધારે જુહાપુરા અંબર ટાવર પાસે એક્ટિવા ચાલક તપાસ કરતા આરોપી મુખત્યારહુસેન પાસેથી 31.140 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું જેની કિંમત 3 લાખ રૂપિયા થાય છે.જે ડ્રગ્સ નાની નાની પડીકીઓ બનેલી હતી.
ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપી મુખત્યારહુસેન પોલીસને ગોળગોળ જવાબ આપી રહ્યો છે..પરતું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી દર અઠવાડિયે 10 -10 ગ્રામ જેટલું એમ.ડી ડ્રગ્સ ખરીદતો હતો જે બાદ છૂટકમાં ડ્રગ્સ વેંચતો હતા..જે ડ્રગ્સ જુહાપુરા, દાણીલીમડા, જમાલપુર સહિતના વિસ્તારમાં છૂટક વેચતો હતો સાથે જ પોતે પણ નશો કરતો હતો અને છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે જેથી ડ્રગ્સનો જથ્થો કોની પાસે ખરીદતો હતો જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.. બીજી બાજુ ડ્રગ્સ સિન્ડિકેટમાં હજી પણ કેટલાક પેડલરો અમદાવાદ માં જ ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેવા કિસ્સાઓ જોવા મળતા પોલીસેએ દિશા તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની કમર તોડવામાં એટીએસને મોટી સફળતા મળી છે.કચ્છના મુન્દ્રા પોર્ટના સીએફએસ વિસ્તારમાં શંકાસ્પદ કન્ટેનરમાંથી 376 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કાપડના રોલમાંથી હેરોઈન મળી આવ્યું હતું. યુએઈથી આવેલું આ કન્ટેનર પંજાબ મોકલવામાં આવે તે પહેલા જ ઝડપાઈ જતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત પોલીસે વર્ષ 2022માં 3 હજાર 586 કરોડનું ડ્રગ્સ પકડી કુલ 19 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.પોલીસે આ વર્ષે જ આવા કુલ 6 મસમોટા ગુના શોધી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાંખી છે. ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું કે તપાસનો દોર આગળ વધશે અને ડ્રગ્સ મોકલનારાના નામ પણ ખુલશે. હાલ ગુજરાત પોલીસે આ અંગેનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Published On - 9:26 pm, Wed, 13 July 22