અમદાવાદ પોલીસ માટે ‘બગાસુ ખાતા પતાસુ મળ્યું’ જેવો ઘાટ, દારુને બદલે ઝડપાયુ કોલ સેન્ટર, જાણો વિગતે

|

Oct 13, 2022 | 5:37 PM

Ahmedabad: વાડજમાં દારૂની રેડ માટે ગયેલી પોલીસે બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો છે. યુ.એસ.બેંકના કર્મચારી બનીને લોન આપવાના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ પોલીસ માટે બગાસુ ખાતા પતાસુ મળ્યું જેવો ઘાટ, દારુને બદલે ઝડપાયુ કોલ સેન્ટર, જાણો વિગતે
આરોપી

Follow us on

બગાસુ ખાતા પતાસુ હાથમાં આવી જવાના કિસ્સા ઘણીવાર પોલીસ બેડામાં પણ સામે આવતા હોય છે. અમદાવાદ (Ahmedabad) માં વાડજ પોલીસ સાથે પણ કંઈક એવુ જ થયુ. વાડજમાં દારૂની રેડ માટે ગયેલી પોલીસે બોગસ કોલ સેન્ટર (Bogus Call Center) નો પર્દાફાશ કર્યો છે. વાડજમાં યુ.એસ. બેંકનો કર્મચારી બનીને લોન (Loan) આપવાના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હર્ષિલ શાહ નામનો આ આરોપી બીએસસી અને આઈટીનો અભ્યાસ કરી ચુક્યો છે. આ શખ્સ અમેરિકન નાગરિકોને ઘરમાં બેસીને ચુનો લગાવતો હતો. આરોપીએ ઘરમાં જ કોલ સેન્ટર શરૂ કર્યુ હતુ.

વાડજમાં શીમંધર સ્ટેટસ ફ્લેટમાં આ યુવક અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી તેમની પાસેથી પૈસા પડાવતો હતો. વાડજમાં ફ્લેટમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસ દારૂની રેડ માટે પહોંચી હતી. રેડ દરમિયાન પોલીસને ઈમ્પોર્ટેડ દારૂની બોટલ તો મળી પરંતુ સાથોસાથ ઈન્ટરનેશ કોલ સેન્ટર ચાલતુ હોવાની પણ જાણકારી મળી. પોલીસે 1.25 લાખ રૂપિયાની કિંમતની પાંચ દારૂની બોટલ, લેપટોપ અને મોબાઈલ કબ્જે કર્યા છે.

પકડાયેલ આરોપી છેલ્લા છ માસથી કોલ સેન્ટર ચલાવતો હતો. કલકતામા કોલ સેન્ટરમાં નોકરી કરીને તાલીમ મેળવી હતી અને ત્યાર બાદ ઘરે કોલ સેન્ટર શરૂ કર્યુ. આરોપી હર્ષિલ શાહ પોતે US બેન્કનો કર્મચારી બનીને ઝુમ એપ્લીકેશન દ્રારા અમેરિકન નાગરિકોને કોલ કરતો હતો અને લોન આપવાના બહાને બાંયધરીના નામે પ્રોસેસીગ ફી દ્રારા ગુગલ પે, વોલમાર્ટ અને એપલનુ ગીફટકાર્ડ મેળવીને આગંડીયા પેઢી મારફતે ભારતીય ચલણમાં નાણા મેળવતો હતો. પોલીસે તેના લેપટોપમાંથી અમેરિકન નાગરિકોના ડેટા સહિત મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાડજ પોલીસને કોલ સેન્ટર સાથે ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હોવાથી આરોપી હર્ષિલ શાહ વિરૂધ્ધ દારૂને લઈને વધુ એક ગુનો નોંધાવામા આવ્યો છે. આ ઉપરાંત આરોપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે.
પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. સૌપ્રથમ તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત તેની સાથે અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

Next Article