Ahmedabad : વાયુસેનાના નિવૃત્ત સૈનિકો દ્વારા સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન

|

Jun 20, 2021 | 12:07 PM

Ahmedabad : નિવૃત્ત સૈનિક એર માર્શલ પી.કે. દેસાઇના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાતનું એરફોર્સ એસોસિએશન (Air Force Association of Gujarat) ગુજરાતમાં વાયુસેનાના નિવૃત્ત યોદ્ધાઓનું સંગઠન છે.

Ahmedabad : વાયુસેનાના નિવૃત્ત સૈનિકો દ્વારા સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન
વાયુસેનાના નિવૃત્ત સૈનિકો દ્વારા સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓનું આયોજન  

Follow us on

Ahmedabad : નિવૃત્ત સૈનિક એર માર્શલ પી.કે. દેસાઇના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાતનું એરફોર્સ એસોસિએશન ( Air Force Association of Gujarat) ગુજરાતમાં વાયુસેનાના નિવૃત્ત યોદ્ધાઓનું સંગઠન છે. ફરજ દરમિયાન રાષ્ટ્રની સેવા કરનારા આ નિવૃત્ત સૈનિકો નિયમિત ધોરણે સમાજની સેવાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

મહામારી દરમિયાન તેમણે સોલા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા કોવિડના બહારગામના દર્દીઓના સગાઓને ભોજન અને પાણીનું વિતરણ કર્યું હતું. તેમણે મહામારીથી અસરગ્રસ્ત ગરીબ પરિવારોમાં રેશનની કિટ્સનું વિતરણ પણ કર્યું હતું.

તેમણે હવે ગરીબ વિસ્તારોમાં માસ્ક પહેરવા અંગે અને માસિક દરમિયાન સ્વચ્છતા સંબંધે મહિલાઓ અને છોકરીઓને સમજાવવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલમાં તેમની સાથે નિવૃત્ત સૈનિકો દ્વારા રચવામાં આવેલા મિસામીલ ટ્રસ્ટ અને નિવૃત્ત સૈનિક એર કોમોડોર ધરમવીર દ્વારા સ્થાપવામાં આવેલી એસ.ટી.ઓ.ઇ. પ્રા. લિમિટેડ પણ જોડાયા છે. આ કંપની માસ્ક અને સેનેટરી પેડ્સનું ઉત્પાદન કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

19 જૂનના રોજ તેમણે સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગરમાં તેમજ બોપલ અને ઘુમા વિસ્તારમાં માસ્ક અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. નંબર 2 એર NCC સ્ક્વૉડ્રનના વરિષ્ઠ કેડેટ્સે માનવ પ્રતિકૃતિઓ દ્વારા મહિલાઓને માહિતગાર કરી હતી. મિસામીલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીના પી. દેસાઇ અને અન્ય લોકોએ કેડેટ્સની મદદથી માસ્ક અને પેડનું વિતરણ કર્યું હતું.

નિવૃત્ત સૈનિક વિંગ કમાન્ડર દીનેશ વાસવાની, રમેશ મેહદિરત્તા અને કેડેટ કોર્પોરલ પૂર્વી કોલછાએ કેડેટ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ કવાયત ચાલુ રાખવાનો અને મણીનગર, ચાંદખેડા, નરોડા, બાપુનગર વગેરે વિસ્તારોમાં 20 જૂનથી 23 જૂન દરમિયાન 2500 પેડ્સનું વિતરણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

સેનેટરી પેડના વિનામૂલ્યે વિતરણ ઉપરાંત, ભવિષ્યમાં માસિક સમયની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે રાહત દરે પણ પેડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Next Article