Plane Crash : હજી તો દુનિયા ઓળખવાની બાકી હતી, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બાળકો સહીત રાજસ્થાનના 10 લોકોના મોત, જુઓ Video

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં રાજસ્થાનના 10 લોકોના મોત થયા છે, જેમાં એક સંપૂર્ણ પરિવારનો સમાવેશ થાય છે. બાલોતરાની નવપરિણીત ખુશ્બૂ રાજપુરોહિત પણ મૃતકોમાં છે, જેના લગ્ન માત્ર ચાર મહિના પહેલા થયા હતા.

Plane Crash : હજી તો દુનિયા ઓળખવાની બાકી હતી, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બાળકો સહીત રાજસ્થાનના 10 લોકોના મોત, જુઓ Video
| Updated on: Jun 13, 2025 | 10:20 AM

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજસ્થાનના 10 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. રાજસ્થાનનો એક સંપૂર્ણ પરિવાર આ દુર્ઘટનાનો શિકાર થયો છે. રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકો વિમાનમાં સવાર હતા.

બાંસવાડાના પાંચ અને ઉદેપુરના ચાર અને એક મહિલા મુસાફર બાલોતરા જિલ્લાની રહેવાસી હતી. રાજસ્થાનના 10 લોકોમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનામાં બાલોતરા જિલ્લાની નવપરિણીત ખુશ્બૂ રાજપુરોહિતનું નામ સામે આવતા તેઓના ગામ અને પરિવારમાં હાહાકાર મચી ગયો છે.

દુર્ઘટના બાદ બાલોતરાની ખુશ્બૂ, જેના 4 મહિના પહેલા લગ્ન થયા છે, તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તેણે ઘરેથી એરપોર્ટ જવા રવાના થતી વખતે રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં ખુશ્બૂ ભાવુક દેખાઈ રહી છે.

 

તે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને સંબંધીઓને ભાવુક થઈને મળી રહી છે. હાથ જોડીને કારમાં બેસી વિદાય લઈ રહી છે. કોને ખબર હતી કે, આ સૌની સાથે છેલ્લી મુલાકાત હશે?

ખુશ્બૂના લગ્ન ચાર મહિના પહેલા ખારાબેરાના નિવાસી ડો. વિપુલ રાજપુરોહિત સાથે થયા હતા. વિપુલ લંડનમાં એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે. લગ્ન બાદ પહેલી વાર ખુશ્બૂ પોતાના પતિને મળવા લંડન જઈ રહી હતી. તેણે ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી આ સફરની શરૂઆત કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, ખુશ્બૂ પોતાના પતિને મળવા જઇ રહી હતી…પરિવારના તમામ સભ્યો અમદાવાદમાં હતા, જ્યાંથી તેણે ફ્લાઈટ પકડી. વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા આખા પરિવારમાં માતમ છવાયો છે.

Published On - 10:13 am, Fri, 13 June 25