આ તો કેવો દુ:ખદ સંયોગ: વિજય રૂપાણીનો લકી નંબર ‘1206’ જ તેમના માટે બની ગયો અપશુકનિયાળ- જુઓ Video

અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું AI 171 પ્લેન ક્રેશ થયુ છે. જેમા 200થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ ભયાનક દુર્ઘટનામાં ગુજરાતે તેના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યા છે. લંડન જતી ફ્લાઈટમાં વિજય રૂપાણી સવાર હતા. જેમા તેમનુ પણ નિધન થયુ છે.

| Updated on: Jun 12, 2025 | 11:06 PM

અમદાવાદ ઍરપોર્ટથી લંડન જતુ પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયુ છે. આ દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે અને આસપાસના અનેક સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પણ સવાર હતા અને દુર્ભગ્યવશ તેમનું પણ નિધન થયુ છે. વિજય રૂપાણી તેમની લંડન તેમના દીકરીને ત્યાં જઈ રહ્યા હતા. તેમના પત્ની અંજલિબેન રૂપાણી પણ હાલ લંડનમાં છે અને વિજય રૂપાણી પત્ની અને દીકરી પાસે લંડન જઈ રહ્યા હતા. આ માટે તેમણે તેમના લકી નંબરની 1206ના દિવસને પસંદ કર્યો.

વિજય રૂપાણી માટે એવુ કહેવાય છે કે ‘1206’ આંકને તેઓ લકી માનતા હતા. વિજય રૂપાણીના પ્રથમ સ્કૂટરનો નંબર પણ 1206 હતો અને તેમની પ્રથમ કારનો નંબર પણ 1206 હતો. આજે લંડન જતી વખતે તેમણે તેમની ફ્લાઈટનો દિવસ પણ 1206નો પસંદ કર્યો હતો. વિજય રૂપાણીની તમામ ગાડીના નંબર 1206 હતા. પરંતુ આજે આ લકી નંબર અપશુકનિયાળ બની ગયો અને તેમના માટે જીવલેણ સાબિત થઈ ગયો.  આ

વિજય રૂપાણી પ્લેનમાં પણ 12 નંબરની સીટમાં બેઠા હતા. તેમને ક્યારેય કલપ્યુ પણ નહીં હોય કે તેમના લકી નંબરના દિવસે તેમનુ મોત લખાયેલુ હશે. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં 290 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. પ્લેનમાં સવાર તમામ મુસાફરો, પાઈલોટ્સ અને ક્રુમેમ્બર્સના મોત થયા હોવાની વિગતો મળી છે. પ્લેનમાં સવાર 242 યાત્રિકો પૈકી માત્ર દીવના એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે.

Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશમાં તમામ 242 મુસાફરોના મોત, ન્યૂઝ એજન્સી AP એ કરી પુષ્ટિ– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:37 pm, Thu, 12 June 25