
12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેકઓફ થઈ હતી. પણ ફ્લાઇટ ઉપડ્યા બાદ માત્ર બે મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેનનું પાછળનો ભાગ ઝાડ સાથે અથડા બાદ પ્લેન ક્રેશ થતાં ભીષણ વિમાન દુર્ઘટના ઘટી હતી. ઘટનામાં 241 મુસાફરોનાં સ્થળ પર જ મોત થયાં હતા, જેમાં ક્રૂ-મેમ્બર, યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક સામેલ હતા.
વિમાન અકસ્માત બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્શિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 14 જૂનના રોજ બપોરે 3 વાગે પ્રથમ વખત એક મૃતદેહનો DNA પરિવારજનો સાથે મેળ ખાતાં, તેને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1200 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પરથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ બહાર લવાયો હતો. ઘટના બાદ અમદાવાદ સિવિલમાં 192 એમ્બ્યુલન્સ તથા શબવાહિનીઓને સ્ટેન્ડબાય સ્થિતિમાં રાખવામાં આવી હતી અને તમામ ડ્રાઈવરોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી હતી.
હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 248 વ્યક્તિઓના DNA સેમ્પલનો વિઘટન (વિશ્લેષણ) કરવામાં આવ્યો છે, જેમાંથી 6 મૃતદેહોના DNA પરિવારજનો સાથે મેચ થયા છે અને તેમના મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે.
અકસ્માત સ્થળ નજીક આવેલી બીજે મેડિકલ કોલેજની “અતુલ્યમ હોસ્ટેલ”ના પાછળના ભાગમાં વિમાનની પૂંછડી અથડાઈ હતી. Ahmedabad Fire Brigade દ્વારા આજે સવારે કાટમાળને કાપી એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જે શક્યતા છે કે એર હોસ્ટેસ હોઈ શકે. ફાયર બ્રિગેડના એક જવાને જોખમ ભરી કામગીરી કરી અને અંદર જઈને મકાનના ભાગને કાપી મૃતદેહ સુધી પહોંચ્યો હતો. મૃતદેહને કપડાંમાં બાંધીને દોરડા વડે છત પરથી નીચે લાવાયો હતો.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે. અન્ય ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલે ભરતી કરી તાત્કાલિક સારવાર શરૂ કરી છે.
Published On - 4:38 pm, Sat, 14 June 25