નવરાત્રીની તૈયારી , અમદાવાદમાં લો- ગાર્ડન ચણિયાચોળી બજારમાં લોકોની ખરીદી માટે ભીડ

|

Oct 04, 2021 | 7:07 AM

કોરોના કાળમાં બે વર્ષ સુધી ગરબા ન રમવા મળતા ખેલૈયાઓ આ વખતે ગરબા રમવાની પરમિશન મળતા જ તૈયારીમાં લાગી ગયા છે. તેમાં પણ ખાસ કરીને ચણિયાચોળીની ખરીદી માટે લો ગાર્ડન બજારમાં ભીડ જોવા મળી રહી છે.

નવરાત્રીની તૈયારી , અમદાવાદમાં લો- ગાર્ડન ચણિયાચોળી બજારમાં લોકોની ખરીદી માટે ભીડ
Ahmedabad People throng law garden for Navratri shopping

Follow us on

ગુજરાતમાં(Gujarat)નવરાત્રીને(Navratri) લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમાં આ વખતે કોરોના કાળમાં બે વર્ષ સુધી ગરબા ન રમવા મળતા ખેલૈયાઓ આ વખતે ગરબા રમવાની પરમિશન મળતા જ તૈયારીમાં લાગી ગયા છે. તેમાં પણ ખાસ કરીને ચણિયાચોળીની ખરીદી માટે લો ગાર્ડનમાં ગરબા ચાહકો ઉમટી રહ્યા છે.

રાજ્ય સરકારે આ વર્ષે માત્ર શેરી અને એપાર્ટમેન્ટના 400 લોકોની સંખ્યા સાથે કોરોનાની ગાઈડલાઇન સાથે ગરબા રમવાની મંજૂરી આપી છે . જેના પગલે ખેલૈયાઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ તેના પગલે હવે લોકો નવરાત્રી પૂર્વે ખરીદી પણ કરવા લાગ્યા છે, જેમાં શહેરના લો- ગાર્ડન વિસ્તારમાં મળતી અવનવી ચણિયા ચોળી ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.

તેમજ લોકો દ્વારા ખરીદી કરાતા છેલ્લા અનેક સમયથી ધંધાની રાહ જોઇને બેઠેલા આ દુકાનદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ ઘરાકી શરૂ થતાં આગામી દિવસો હજુ પણ વધુ ગ્રાહકો આવે તેવી આશા છે. જેના પગલે તેવો ઉત્સાહભેર ગ્રાહકોને અવનવી ડિઝાઇનર ચણિયા ચોળી પસંદગી માટે બતાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજનામાં તમારું કાર્ડ બની શકે કે નહીં, આ 4 સ્ટેપમાં ઓનલાઇન જાણો

આ પણ વાંચો : Mouni Royએ સફેદ ડ્રેસમાં બતાવ્યો બોલ્ડ અવતાર, 4 લાખથી વધુ લોકોએ ફોટા પસંદ કર્યા

 

Next Video