AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હાર્ટ અને લંગ્સના રોગથી પીડાતા રોગીઓને મળશે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સુવિધા

અંગ પ્રત્યારોપણ માટે ઈન્ટિગ્રેટેડ ક્રોસ ફંક્શનલ અને મલ્ટિડિસિપ્લિનરી ડિલિવરીની જરૂર છે, જ્યાં ટીમના દરેક સભ્ય ઉચ્ચ સ્તરે કાર્ય કરે છે. લંગ ટ્રાન્સપ્લાન્ટ એ મૃતક દાતાના તંદુરસ્ત ફેફસાંને બીમાર વ્યક્તિના ફેફસાંના સ્થાને મૂકવા માટે કરવામાં આવતી સર્જિકલ પ્રક્રિયા છે. વર્ષ 2020 સુધી ભારતમાં માત્ર 200 ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ નોંધાયા છે.

Ahmedabad:  હાર્ટ અને લંગ્સના રોગથી પીડાતા રોગીઓને મળશે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સુવિધા
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 03, 2022 | 11:16 AM
Share

અમદાવાદમાં  (Ahmedabad) હવે ફેફસાં અને  હાર્ટ  ટ્રાન્સપ્લાન્ટ    (Heart transplant ) માટે મળશે વિશ્વસ્તરે નિષ્ણાત તબીબની વિશ્વમાં સૌપ્રથમ હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. કુમુદ ધિતલની આગેવાનીમાં અમદાવાદમાં હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની વિશેષ સુવિધા મળશે, તેમની આગેવાનીમાં અમદાવાદમાં કોમ્પ્રિહેન્સિવ લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ  (Lung Transplant Program) શરૂ કર્યો છે.  ડો. કુમુદ ધિતલ દ્વારા  હોસ્પિટલનો હેતુ ભારતમાં  ફેફસાં પ્રત્યારોપણના વ્યાપક પ્રોગ્રામ સાથે સંભાળના ધારાધોરણોને ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે અમદાવાદની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરેંગો સિમ્સ હોસ્પિટલે હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ (હૃદય અને ફેફસાં પ્રત્યારોપણ) વિભાગમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામનો પ્રારંભ કરતાં વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે. આ કાર્યક્રમની આગેવાની લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રોગ્રામ અને સર્જિકલ ડિરેક્ટર ડો. કુમુદ ધિતલ કરશે.

નિષ્ણાત ડોક્ટરનો  મળશે લાભ

ડો. ધિતલ ​​દાયકાઓના અનુભવ ધરાવે છે અને ડીસીડી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના   (Heart transplantation ) સર્જિકલ પ્રણેતા તરીકે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, જેમાંથી સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટેશન 2014માં ઓસ્ટ્રેલિયામાં ડો. કુમુદ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે તેમની કારકિર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ક્ષેત્રમાં જે કંઈ પણ સંભવ છે તેની સીમાઓ વિસ્તારી છે. તેમનો વ્યાપક સંશોધન અનુભવ, રૂચિ અને શૈક્ષણિક પ્રકાશનો કાર્ડિયોપલ્મોનરી ફેલ્યોરના અમારા જ્ઞાન અને સંચાલનને સુધારવા પર કેન્દ્રિત છે. ડો. કુમુદ ધિતલ યુકે, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં વિશ્વભરની ટોચની હોસ્પિટલો સાથે સંકળાયેલા છે.

લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. કુમુદ ધિતલે જણાવ્યું હતું કે, “અંગ પ્રત્યારોપણ માટે ઈન્ટિગ્રેટેડ ક્રોસ ફંક્શનલ અને મલ્ટિડિસિપ્લિનરી ડિલિવરીની જરૂર છે, જ્યાં ટીમના દરેક સભ્ય ઉચ્ચ સ્તરે કાર્ય કરે છે. લંગ ટ્રાન્સપ્લાન્ટ એ મૃતક દાતાના તંદુરસ્ત ફેફસાંને બીમાર વ્યક્તિના ફેફસાંના સ્થાને મૂકવા માટે કરવામાં આવતી સર્જિકલ પ્રક્રિયા છે. વર્ષ 2020 સુધી ભારતમાં માત્ર 200 ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ નોંધાયા છે. ઓર્ગન ડોનેશન અંગે વધેલી જાગૃતિ સાથે, અમે વધુ જીવન બચાવવા માટે ફેફસાં પ્રત્યારોપણ કાર્યક્રમને આગળ વધારવાની આશા રાખીએ છીએ.”

હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. ધીરેન શાહે જણાવ્યું હતું કે,  હાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે અને અંતિમ તબક્કામાં કાર્ડિયોપલ્મોનરી ડિસઓર્ડર ધરાવતા દર્દીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે. ભારતમાં ફેફસાંના પ્રત્યારોપણને લગભગ અઢી દાયકા થઈ ગયા છે. ધીમી શરૂઆતથી શરૂ થયેલી ફેફસાંના પ્રત્યારોપણની સફર છેલ્લા દાયકાઓમાં પ્રશંસનીય રહી છે. મોરેંગો સિમ્સ હોસ્પિટલ વધુ એક અંગ પ્રત્યારોપણ રજૂ કરી રહી છે, જે તેને એક સ્થળે ઉચ્ચતમ ક્લિનિકલ અનુભવ અને કુશળતા સાથે આરોગ્ય સંભાળ પ્રદાતા બનાવે છે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">