Ahmedabad: એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી બાદ મુસાફરો કલાકો સુધી રઝળી પડ્યા, સ્ટાફથી લઈ અધિકારીઓ મૂંગા બની જતા પ્રવાસીઓ ઉકળ્યા

|

Aug 13, 2022 | 9:12 AM

હાલ પ્રવાસીઓને (travelers) ટર્મિનલમાં રાહ જોવાનું કહેવામાં આવ્યુ છે. પરંતુ બીજી ફ્લાઈટ ( flight ) ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહીતી ન હોવાથી મુસાફરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.

Ahmedabad:  એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી બાદ મુસાફરો કલાકો સુધી રઝળી પડ્યા, સ્ટાફથી લઈ અધિકારીઓ મૂંગા બની જતા પ્રવાસીઓ ઉકળ્યા
Ahmedabad Airport (File Image)

Follow us on

ટેક્નિકલ કારણોસર ફ્લાઈટ મોડી પડી હોવાના સમાચાર તો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાં એરપોર્ટ પર અમદાવાદથી દુબઈ (Dubai) જતી ફ્લાઈટના છેલ્લા 3 કલાકથી મુસાફરો રઝળી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. મળતી માહીતી મુજબ મુસાફરોને પ્લેનમાંથી ઉતારીને બસમાં લઈ જવામાં આવ્યા. સાથે જ સ્પાઇસજેટના કોઈ પણ અધિકારી જવાબ ન આપતા હોવાનો મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પ્રવાસીઓને ટર્મિનલમાં રાહ જોવાનું કહેવામાં આવ્યુ છે. પરંતુ બીજી ફ્લાઈટ ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહીતી ન હોવાથી મુસાફરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકો સાથે હોય એરપોર્ટ ઓથોરીટી દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય મુસાફરો ભારે હાલાકિ ભોગવી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજકોટમાં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો

મે મહીનામાં રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર રાજકોટ-દીલ્લી જતી સ્પાઈસ જેટની (Spice Jet) ફ્લાઈટ બે કલાક મોડી પડી છે. સ્પાઇસ જેટની ફ્લાઇટ અટવાતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યાં હતા. 100થી વધુ મુસાફરો ફસાયા હતા. આ મુસાફરો રન-વે પર બેસી ગયા હતા અને તેમજ આરોપ પણ લગાવ્યો હતો કે, એરપોર્ટ તંત્ર દ્વારા પાણી સહિત ભોજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

Published On - 12:29 am, Sat, 13 August 22

Next Article