AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સાયન્સ સિટી ખાતે ‘એનર્જી કન્ઝર્વેશન ટોવર્ડ્ઝ નેટ ઝીરો એન્ડ નેચર પોઝિટિવ’ પર 5મી મે એ કોન્કલેવનું આયોજન

Ahmedabad: ગુજરાત સાયન્સ સિટી ખાતે 'એનર્જી કન્ઝર્વેશન ટોવર્ડ્ઝ નેટ ઝીરો એન્ડ નેચર પોઝિટિવ' પર 5મી મે એ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યુ છે. 5મી એ સવારે 10.30 વાગ્યે કોન્કલેવનું આયોજન થશે. આવતા વર્ષોમાં નેટ ઝીરો કઈ રીતે થાય અને વાતાવરણને પોઝિટિવ કઈ રીતે બનાવવુ તે અંગે પેનલ ડિસ્કશન થશે.

Ahmedabad: સાયન્સ સિટી ખાતે 'એનર્જી કન્ઝર્વેશન ટોવર્ડ્ઝ નેટ ઝીરો એન્ડ નેચર પોઝિટિવ' પર 5મી મે એ કોન્કલેવનું આયોજન
Darshal Raval
| Edited By: | Updated on: May 05, 2023 | 10:04 AM
Share

ગુજરાત સાયન્સ સિટીમાં 5 મે શુક્રવારના રોજ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ઉર્જા સંરક્ષણ માટેનું સૌથી મોટું કેમ્પેઈન શરૂ થઈ રહ્યું છે. સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ‘સક્ષમ -2023’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની થીમ છે ‘નેટ ઝીરો તરફ ઉર્જા સંરક્ષણના માર્ગો’. ગુજરાત સાયન્સ સિટીમાં ઓડિટોરિયમ-1 માં સવારે 10:30 વાગ્યે કોન્કલેવનું આયોજન થશે. જેમાં ઉર્જા સંરક્ષણ અંગે ચર્ચા થશે. આવતા વર્ષોમાં નેટ ઝીરો કઈ રીતે થાય અને નેચરને પોઝિટિવ કઈ રીતે બનાવવું તે અંગે પેનલ ડિસ્કશન થશે. આ ઉપરાંત સાંજના સમયે વોકાથોનનું પણ આયોજન કરાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

ઉલ્લેખનીય છે કે ‘સક્ષમ’ એ એક મહિનાના સમયગાળા માટેનો PCRA (Petroleum Conservation Research Association) નો વાર્ષિક પ્રમુખ કાર્યક્રમ છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે ઈંધણ સંરક્ષણની આવશ્યકતા અંગે નાગરિકોને જાગૃત કરવાની સાથે સાથે ક્રૂડ ઓઈલની આયાત પરની ભારતની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરવાનો તેનો હેતુ છે.

નેટ ઝીરો લક્ષ્ય અંગે પેનલ ડિસ્કશન

ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાઈ રહેલા આ કોન્કલેવમાં ઉર્જા ઉદ્યોગ અને સંબંધિત ક્ષેત્રોના તથા શિક્ષણ જગતના નિષ્ણાતો નેટ ઝીરો લક્ષ્ય મેળવવા માટે જુદી જુદી પદ્ધતિઓ અંગે ચર્ચા કરશે. આ ઈવેન્ટ દરમિયાન તમામ સહભાગીઓ સાયન્સ સિટીની તમામ ગેલેરી જેવી કે રોબોટિક્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી, નેચર પાર્ક, એનર્જી એજ્યુકેશન પાર્ક, હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, પ્લેનેટ અર્થની પણ મુલાકાત લેશે.

‘નેટ ઝીરો તરફ ઉર્જા સંરક્ષણના માર્ગો’ ની થીમના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે GCSCના સંયુક્ત સહયોગ સાથે ઓઈલ ઈન્ડસ્ટ્રી દ્વારા સાયન્સ સિટી ઓડિટોરિયમ-1 ખાતે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સક્ષમ’ અભિયાન દરમિયાન શાળાના બાળકો, યુવાનો, એલપીજીના ઉપયોગકર્તાઓ, જુદા જુદા વાહનચાલકો, ઉદ્યોગ કર્મીઓ, શ્રમિકો, ખેડૂતો, રહેણાંક સોસાયટી, ગ્રામ પંચાયતો, બિન સરકારી સંગઠનો જેવા વિવિધ જનવર્ગો સુધી પહોંચીને તેમને વિવિધ ઈંધણ સંરક્ષણનું મહત્વ, લાભ અને પદ્ધતિઓ વિશે તેમજ બળતણની કાર્યક્ષમ તકનીક અને પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન આપવા માટે વિવિધ ઇંધણ સંરક્ષણ પ્રવૃત્તિઓ વિશે સમજાવવામાં આવે છે.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર

મહત્વનું છે કે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરે છે. 2001 થી વિજ્ઞાન થીમ આધારિત પ્રદર્શનો, કાર્યકારી મોડેલ્સ, ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક સત્રો અને મનોરંજક વિજ્ઞાન આધારિત લેબ દ્વારા મનોરંજન સાથે શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સાયન્સ સિટીમાં મુલાકાતીઓ અને શાળાઓ માટે શૈક્ષણિક શિબિરો અને વર્ગોનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">